વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામે પવિત્ર મોહર્રમ પર્વની યાદમાં આજે એક ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામમાં માનવસેવા કાજે સદાય તત્પર અને સક્રિય એવા મદીના વેલફેર ગ્રુપ દ્વારા આ પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી હતી, જેમાં રક્તદાતાઓએ ભારે ઉત્સાહ દાખવીને 225 બોટલ રક્ત એકત્રિત કર્યું હતું…


કર્બલાના મેદાનમાં ઇમામ હુસૈન અને તેમના સાથીદારોએ આપેલા મહાન બલિદાન અને તેમણે જગતને આપેલા માનવતાના સંદેશને સમાજમાં સાચા અર્થમાં ચરિતાર્થ કરવા માટે આ કેમ્પનું આયોજન કરાયું હતું. મોહર્રમના પવિત્ર અવસરે કોઈનો કિંમતી જીવ બચાવી શકાય તેવા ઉમદા આશય સાથે મદીના વેલફેર ગ્રુપ દ્વારા માનવસેવાનું આ બીડું ઝડપવામાં આવ્યું હતું…

કેમ્પ દરમિયાન પાંચદ્વારકા ગામના અને આસપાસના વિસ્તારના મુસ્લિમ સમાજના યુવાનો તેમજ રક્તદાતાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. એકત્રિત થયેલું રક્ત જરૂરિયાતમંદ દર્દીઓ માટે બ્લડ બેંકને મોકલવામાં આવ્યું છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?s=cl&p=a&mlu=4&amv=0




