વાંકાનેરના ગારીડા ગામનાં ફરિયાદી રૂકમુદ્દીન માથકીયાએ તેમના રાજકોટના મિત્ર કુમનભાઈ રાધુભાઈ વેકરીયાને મિત્રતાના નાતે રૂપિયા સાત લાખ હાથ ઉછીનાં આપ્યા હોય, જેની ચુકવણીમાં આરોપીએ સાત લાખની રકમના ચેક આપેલ હોય, જે ચેક બેંકમાં રિટર્ન થતાં આ બાબતનો કેસ વાંકાનેર કોર્ટમાં ચાલી જતાં નામદાર કોર્ટ આરોપીને છ માસની કેદ તથા સાત લાખની રકમન ચુકવવા હુકમ કર્યો છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ગારીડા ગામના વતની અને આશાન ફોર્માના ઓનર તથા ગજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી માથકીયા રૂકમુદીન અમનજીભાઈએ વાંકાનેર કોર્ટમાં આરોપી કુમનભાઈ રાધુભાઈ વેકરીયા સામે ફરિયાદ નોંધાવી હોય કે, આરોપીએ ફરીયાદી પાસેથી મીત્રતાના નાતે સાત લાખ રૂપિયા ઉછીના લીધા હોય, જે પરત કરવા સમયે આરોપીએ તેના ખાતાનાં સાત લાખની કિંમતના બે ચેક ફરીયાદીને આપતાં ફરિયાદી રૂકમુદ્દીન માથકીયાએ ચેક વટાવવા માટે બેંકમાં જમા કરતા બંને ચેક રીટર્ન થયા હતા.
જે બાદ ફરીયાદીએ પોતાના વકીલ એસ. વી. પરાસરા, એસ. કે. પીરઝાદા તથા એ. વાય. શેરસીયા મારફતે વાંકાનેર કોર્ટમાં આરોપી સામે નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ ફરીયાદ દાખલ કરતાં આ કેસ વાંકાનેરના કોર્ટના એડી. ચીફ જજ વી. એસ. ઠાકોર સાહેબની કોર્ટમાં ચાલી જતાં ફરિયાદીના વકીલની દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં રાખી નામદાર કોર્ટે આરોપીને છ માસની કેદની સજા અને સાત લાખ રૂપિયા વળતર ફરિયાદીને ચુકવવા હુકમ કર્યો છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47