ચોરીના બનાવોની અઢળક ફરિયાદ અરજીઓ બની માત્ર તમાસો, ફરિયાદ મોડી થવાનું કારણ : ફરિયાદીએ પોતાની રીતે આજ સુધી તપાસ કરતા કોઈ માહિતી ન મળી, તો પોલીસ ટીમ શું કરતી’તી….
વાંકાનેર શહેરની વૃંદાવન પાર્ક સોસાયટીમાં 20 દિવસ પૂર્વે ઘરફોળ ચોરીનો બનાવ સામે આવ્યો હોય, જેમાં અજાણ્યા તસ્કરો ઘરમાં પ્રવેશી સોના-ચાંદીના દાગીના સહીત કુલ 1.70 લાખના મતાની ચોરી કરી નાસી ગયેલ હોય, જે બનાવમાં લાંબી પોલીસ તપાસ અને ગડમથલ બાદ અંતે ભારે કલમ સાથે પોલીસે ફરિયાદ દાખલ કરી છે….
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાકાનેર શહેરની વૃંદાવન પાર્ક સોસાયટીમાં રહેતા ફરિયાદી હસમુખભાઈ રતિલાલ મકવાણાના મકાનમાં ગત તા. ૧૩ થી ૧૫ દરમ્યાન કોઈ અજાણ્યા તસ્કરોએ તેમના મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તોડી પ્રવેશ મેળવી બેડરૂમમાં રાખેલ તિજોરીમાંથી સોનાના બે પેન્ડલ સેટ, ત્રણ જોડી કાનની બુટ્ટી, મંગળસૂત્ર, કાનની ચાર જોડી કડી, કાનની સેળ, વીંટી, નાકનાં છ નંગ દાણા તેમજ ચાંદીનો એક જુડો, મગમાળા, સાંકળા તથા ત્રણ મોબાઇલ સહિત કુલ રૂ. 1,70,000 ની કિંમતના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ જતાં આ મામલે પોલીસે ફરિયાદ નોંધાઈ છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA