વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામે એક લેબર કોન્ટ્રાક્ટર પાસેથી 30 થી 120 ટકા જેટલું તોતિંગ માસિક વ્યાજ વસૂલી, પઠાણી ઉઘરાણી કરી ધાક-ધમકી આપનાર ત્રણ વ્યાજખોરો સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે, જેમાં પોલીસે આ મામલે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને તમામને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે…
બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર વાંકાનેરના રાતાવીરડા ગામે રહી લેબર કોન્ટ્રાક્ટરનું કામ કરતા ફરિયાદી પ્રવિણભાઇ હરખાભાઈ ઉકેડીયાએ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી ૧). અજયભાઇ રમેશભાઇ અબાસણીયા (રહે. રાતાવીરડા), ૨). બીજલભાઇ ઉર્ફે ભોજાભાઇ બેચરભાઇ ગીંગોરા (રહે. લાકડધાર) અને ૩). હિતેશભાઇ મગનભાઇ પટેલ (રહે. મોરબી) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીને મજૂરોની મજૂરી ચૂકવવા તથા પોતાના ભાઇની સારવાર માટે નાણાંની સખત જરૂર ઊભી થતાં તેમણે ત્રણ શખ્સો પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. પરંતુ આ વ્યાજખોરોએ મૂળ રકમ કરતા અનેકગણા રૂપિયા પડાવી લીધા બાદ પણ મકાન અને દાગીના વેચી દેવાની ધમકી આપી પઠાણી ઉઘરાણી ચાલુ રાખી હતી.

જેમાં આરોપી અજય રમેશભાઈ અબાસણીયાએ ફરિયાદીને આપેલી રૂ. ૩ લાખની રકમ સામે ૩૦% થી ૧૨૦% જેટલું માસિક વ્યાજ વસૂલી છેલ્લા બે વર્ષમાં વ્યાજ પેટે કુલ રૂ. ૩૦ લાખ પડાવી લીધા હોવા છતાં વધુ નાણાંની માંગણી કરી, છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી…
બાજા આરોપી બીજલ ઉર્ફે ભોજાભાઈ બેચરભાઈ ગીંગોરાએ ફરિયાદીને રૂ. ૧.૫૦ લાખ વ્યાજે આપી તેની સામે રૂ. ૫ લાખ વસૂલી લીધા હતા. આટલેથી ન અટકતા તેણે ફરિયાદીને ડરાવી-ધમકાવીને રૂ. ૯૮,૬૮૧ની કિંમતનું નવું એક્ટિવા મોટરસાયકલ લોન પર લેવડાવીને તે બળજબરીથી પડાવી લીધું હતું…

અન્ય આરોપી હિતેશ મગનભાઈ પટેલે ફરિયાદીને બેંકમાંથી દાગીના છોડાવવા માટે વગર વ્યાજે નાણાં આપવાની લાલચ આપી બાદમાં દાગીના છૂટી ગયા પછી તેણે પણ ઊંચું વ્યાજ ચડાવી, ધમકીઓ આપીને સાડા ત્રણ તોલા સોનાના દાગીના પડાવી લીધા હતા..

આ સમગ્ર મામલે ભોગ બનનાર પ્રવિણભાઇ ઉકેડીયાની ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) તથા ‘ગુજરાત નાણા ધીરનારાઓના અધિનિયમ’ હેઠળ ગંભીર ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t




