ત્રણેય ભઠ્ઠી પરથી બુટલેગરો નાસી છુટ્યા, પોલીસે મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓને ઝડપી લેવા તજવીજ શરૂ કરી….
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ગઇકાલે વાંકાનેર તાલુકાના વિરપર ગામની સીમમાં બેલાની ખાણના ખાડામાં ધમધમતી ત્રણ દેશી દારૂની ભઠ્ઠીઓ પર દરોડા પાડતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે, જેમાં પોલીસે ત્રણેય સ્થળ પરથી દેશી દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર બુટલેગરો વિરુદ્ધ ગુનો નોંધી તમામને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ગઇકાલે વાંકાનેરના વિરપર ગામની સોરસગો તરીકે ઓળખાતી સીમમાં ખાણના ખાડામાં દરોડા પાડી અલગ અલગ ત્રણ સ્થળોએ ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી લીધી હતી, જે બનાવમાં પોલીસે સ્થળ પરથી ઠંડો-ગરમ આથો, દેશી દારૂ અને ભઠ્ઠીના સાધનો સહિત કુલ રૂ. 14,850નો મુદ્દામાલ કબ્જે કરી,
ત્રણેય દેશી દારૂની ભઠ્ઠીઓ ચલાવતા ફરાર આરોપી ભાવેશ મસાભાઈ ઉર્ફે મશરૂભાઈ વીંઝવાડિયા (રહે. ભીમગુડા), સેલાભાઈ શામજીભાઈ ડાંગરોચા (રહે.વિરપર) અને વિજય અશોકભાઇ ચારલા (રહે. નવા ઢુવા) સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ત્રણેયને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65