Friday, May 1, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર તાલુકાના વિનયગઢ ગામે 18 વર્ષીય યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી,...

    વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામે 18 વર્ષીય યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી, સારવાર દરમિયાન મોત…

    વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામમાં રહેતા એક આશાસ્પદ યુવાને પોતાની વાડીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા, તેનું અલગ-અલગ હોસ્પિટલોમાં સારવાર લીધા બાદ મોત નીપજ્યું છે. આ કરૂણ બનાવથી પરિવાર અને સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે…

    બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર, વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામમાં રહેતા દેવરાજભાઇ વજુભાઇ રાઠોડ (ઉ.વ. ૧૮) નામના યુવાને ગત તા. ૨૧/૦૪ ના રોજ સવારે ગામની સીમમાં આવેલી પોતાની વાડીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તબિયત લથડતા પરિવારજનો દ્વારા તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો…

    યુવાનને ઝેરી અસર થતાં સૌપ્રથમ વાંકાનેરની સરકારી હોસ્પિટલ, ત્યારબાદ બોટાદની શ્રી રામ હોસ્પિટલ અને ત્યારબાદ રાજકોટ (કુવાડવા) સ્થિત ગીરીરાજ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, યુવાનની હાલતમાં કોઈ સુધારો ન જણાતા અને સ્થિતિ વધુ ગંભીર બનતા અંતે તેને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર કારગત ન નીવડતા તેનું મોત થયું હતું. જેથી આ બનાવ અંગે હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા, વાંકાનેર તાલુકા પોલીસે બનાવની અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી અને આગળની તપાસ હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!