Friday, May 1, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના નજીક સિરામિક ફેક્ટરીમાં સ્પ્રે ડાયરની ચેમ્બર તૂટતા શ્રમિકનું માટી નીચે દટાઈ...

    વાંકાનેરના નજીક સિરામિક ફેક્ટરીમાં સ્પ્રે ડાયરની ચેમ્બર તૂટતા શ્રમિકનું માટી નીચે દટાઈ જવાથી કરૂણ મોત…

    વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક આવેલી સિરામિક ફેક્ટરીમાં એક ગોઝારી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં અહીં ફેક્ટરીમાં સ્પ્રે ડાયરની ચેમ્બરની સફાઈ કરતી વખતે ચેમ્બરનો નીચેનો ભાગ તૂટી પડતાં એક પરપ્રાંતીય શ્રમિકનું માટીમાં દટાઈ જવાના કારણે ગૂંગળાઈ જવાથી કમકમાટીભર્યું મોત નીપજ્યું છે…

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ગામે અમરધામ રોડ પર ‘કેએજી ગ્રેનાઈટો’ નામની ફેક્ટરીમાં મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ અહીં રહીને મજૂરી કામ કરતા ૩૨ વર્ષીય પ્રકાશભાઈ અનુભાઈ સોર નામનો શ્રમિક કામ કરતો હોય, જેમાં શ્રમિક ફેક્ટરીમાં આવેલા વિશાળ સ્પ્રે ડાયર ચેમ્બરની સફાઈની કામગીરી કરવા માટે ચેમ્બરની અંદર ઉતર્યો હોય,

    ત્યારે ત્યારે અચાનક કોઈ કારણોસર સ્પ્રે ડાયર ચેમ્બરનો નીચેનો ભાગ ધડાકાભેર તૂટી પડતા અંદર રહેલી માટી અને પાવડરનો જથ્થો શ્રમિક પર પડ્યો હતો. જેના કારણે પ્રકાશભાઈ માટીની નીચે દબાઈ જતાં શ્વાસ રૂંધાઇ જાતાં શ્રમિકનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. હાલ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!