મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર શહેરના પ્રતાપ રોડ પરથી વરલી મટકાના આંકડા લખી જુગાર રમતા એક શખ્સને રંગે હાથ ઝડપી લીધો હતો, જ્યારે આ બનાવમાં ઝડપાયેલ આરોપીએ અન્ય એક શખ્સની સંડોવણીની કબૂલાત આપતા પોલીસે બંને સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરના પ્રતાપ રોડ પર એક્સિસ બેંક સામે જુગારનો દરોડો પાડી આરોપી ઈકબાલભાઈ અશરફભાઈ ચૌહાણ (રહે. સિપાઇ શેરી, વાંકાનેર)ને જાહેરમાં વરલી મટકાના આંકડાની કપાત લેતા રોકડ રકમ રૂ. 10,700 તથા એક મોબાઈલ સહિત કુલ રૂ. 15,700ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો….
આ બનાવમાં ઝડપાયેલ આરોપીની પૂછપરછમાં તે વરલી મટકાના આંકડાની કપાત અન્ય આરોપી જુનેદ યાકુબભાઈ ભટ્ટી (રહે. મિલપ્લોટ, વાંકાનેર) પાસે કરાવતો હોવાની કબૂલાત આપતાં પોલીસે બન્ને સામે વાંકાનેર સીટી પોલીસમાં ગુન્હો રજીસ્ટર કરાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65