વાંકાનેર શહેરના નવાપરા પુલના છેડે આવેલા દેવીપૂજક વાસમાં ઘરની દીવાલમાં પાણી ઉતરવા જેવી એકદમ નજીવી બાબતે એક જ કુટુંબના બે પરિવારો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું. મામલો મારામારી અને પથ્થરમારો કરવા સુધી પહોંચી જતાં બંને પક્ષો દ્વારા વાંકાનેર સીટી પોલીસ મથકમાં સામસામી ફરિયાદ નોંધાવવામાં આવી છે…


પ્રથમ ફરિયાદ મુજબ, નવાપરા જી.આઈ.ડી.સી. પાસે દેવીપૂજક વાસમાં રહેતા ફરિયાદી દિનેશભાઈ કેશુભાઈ ભોજવીયા (ઉ.વ.૨૭) ના ઘરમાંથી તેમના કાકા ઝવેરભાઈના ઘરની દીવાલમાં પાણી ઉતરતું હતું. આ બાબતનું મનદુઃખ રાખીને આરોપીઓ ૧). કંચનબેન ઝવેરભાઈ ભોજવીયા, ૨). ઝવેરભાઈ રાયસીંગ ભોજવીયા, ૩). જયંતિ રાયસીંગ ભોજવીયા અને ૪). આકાશ જયંતિભાઈ ભોજવીયાએ એકસંપ થઈને ગાળો ભાંડી લાકડાના ધોકા વડે માર મારી ઈજાઓ પહોંચાડી હતી…

આ જ બનાવમાં સામા પક્ષે ફરિયાદી ઝવેરભાઈ રાયસીંગભાઈ ભોજવીયા (ઉ.વ.૪૫) એ વળતી ફરિયાદ નોંધાવી છે કે, તેમના ભાઈ કેશુભાઈના ઘરમાંથી તેમના ઘરની દીવાલમાં પાણી આવતું હોવાથી તેઓ તેમને પાણી ન આવે તે માટે સમારકામ કરવાનું કહેવા જતા આરોપીઓ ૧). જ્યોતિબેન રાજેશભાઈ ભોજવીયા, ૨). દિનેશ કેશુભાઈ ભોજવીયા, ૩). કેશુભાઈ રાયસીંગભાઈ ભોજવીયા, ૪). રાજેશ કેશુભાઈ ભોજવીયા અને ૫). રોહિત કેશુભાઈ ભોજવીયાએ ગાળો આપી, છુટ્ટી ઈંટોના ઘા મારી ઈજા પહોંચાડી હતી…

આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદ નોંધી તમામ આરોપીઓ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t



