વાંકાનેરમાં વઘાસીયા ટોલનાકા નજીક આજે સાંજના સમયે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે, જેમાં અહીં સીએનજી કીટના ટેસ્ટિંગ દરમિયાન કારમાં અચાનક બ્લાસ્ટ થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગયો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે….

બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર, વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસે આવેલી માધવ ઓટો એડવાઇઝર નામની એજન્સી ખાતે આજે સાંજે એક કાર નંબર GJ 13 NN 9709 સીએનજી કીટના ટેસ્ટિંગ માટે લાવવામાં આવી હોય, જેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું હોય, દરમ્યાન અચાનક કારમાં બ્લાસ્ટ થયો હતો…

ધડાકો એટલો જોરદાર હતો કે કારમાં ત્વરિત આગ ભભૂકી ઉઠી હતી અને આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ત્યાં હાજર એક કિશનસિંહ વિરેન્દ્રસિંહ ઝાલા નામનો યુવાન આગની લપેટમાં આવી જતાં ગંભીર રીતે દાઝી જતાં તેને સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાની વિગતો મળી રહી છે….
આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ વાંકાનેર નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઇ આગ પર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. ફાયર વિભાગની સમયસરની કામગીરીને પગલે આગ વધુ ફેલાતા અટકી હતી અને અન્ય કોઈ મોટી જાનહાનિ થતાં ટળી ગઈ હતી…


વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t



