
વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામના લોકો છેલ્લા ઘણા સમયથી ગામની હદમાં આવતા વઘાસીયા ટોલનાકા ખાતે સરળતાથી અવરજવરની માંગ સંલગ્ન વિવિધ મુદ્દે રજુઆતો સાથે મોડીરાતના ટોલ પ્લાઝા ખાતે પહોંચી હાઇવે ચક્કાજામનો પ્રયાસ કર્યો હતો, જેની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલીક ટોલનાકે પહોંચી સ્થિતિ સંભાળી હતી…
વઘાસીયા ગામના લોકો છેલ્લા ઘણા સમયથી ટોલ પ્લાઝા અને ગામના રસ્તાને લઈને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે તેઓએ આ મુદ્દે સંબંધિત તંત્રને અનેકવાર રજૂઆતો કરી છે, પરંતુ જવાબદાર અધિકારીઓ દ્વારા માત્ર આશ્વાસનો આપીને સમય પસાર કરવામાં આવી રહ્યો છે. પ્રશ્નનો કોઈ કાયમી ઉકેલ ન આવતા અંતે લોકોની ધીરજ ખૂટી હતી અને તેઓ હાઇવે પર ઉતરી આવ્યા હતા.

પરિસ્થિતિ વણસે નહીં તે માટે સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસ અધિકારીઓએ રોષે ભરાયેલા ગ્રામજનો સાથે સમજાવટથી વાતચીત કરી મામલો શાંતિપૂર્ણ રીતે ઉકેલવા પ્રયત્નો હાથ ધર્યા હતા…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?s=cl&p=a&mlu=4&amv=0





