નવી દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબ ઓફ ઈન્ડિયા ખાતે અખિલ ભારતીય કોળી/કોરી સમાજ (રજિ.) દ્વારા આયોજિત 12મું રાષ્ટ્રીય અધિવેશન ઐતિહાસિક, દિવ્ય અને ભવ્ય રીતે સંપન્ન થયું હતું. આ રાષ્ટ્રીય કક્ષાના અધિવેશનમાં સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજીભાઈ બાવળિયાને 250 ફૂટ લાંબી પાઘડી પહેરાવીને તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહ્યું હતું…


આ અધિવેશનમાં દેશના વિવિધ રાજ્યોમાંથી કોળી અને કોરી સમાજના હોદ્દેદારો, જનપ્રતિનિધિઓ અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ 12મું અધિવેશન સમાજના સર્વાંગી વિકાસ અને ભવિષ્યની રૂપરેખા તૈયાર કરવા માટે અત્યંત પ્રેરણાદાયી સાબિત થયું હતું, જેમાં સમાજનું ઉત્થાન અને સંગઠનની મજબૂતી, શિક્ષણનો વ્યાપ અને યુવા સશક્તિકરણ, સમાજ માટે ભવિષ્યની સાચી દિશા નક્કી કરવી સહિતના મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા…

કાર્યક્રમ દરમિયાન, અખિલ ભારતીય કોળી સમાજ (રજિ.) ન્યૂ દિલ્હીના ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ જીજ્ઞાસાબેન મેરે પોતાના વિચારો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજીભાઈ બાવળિયાના સક્ષમ નેતૃત્વ હેઠળ રાષ્ટ્રના કોળી સમાજને એક નવી દિશા મળી છે. આજે સમગ્ર દેશનો કોળી સમાજ તેમના આ નેતૃત્વ પર ગૌરવ અનુભવી રહ્યો છે. એકતાબદ્ધ સમાજ જ પ્રગતિનો સાચો આધાર છે. અંતેમાં સામાજિક એકતા, ઉચ્ચ શિક્ષણ અને સંગઠનાત્મક શક્તિના માધ્યમથી જ આપણે એક સશક્ત, સમરસ અને વિકસિત સમાજ તેમજ મજબૂત રાષ્ટ્રના નિર્માણમાં આપણું મહત્વપૂર્ણ યોગદાન આપી શકીએ છીએ તેમ જણાવ્યું હતું….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?s=cl&p=a&mlu=4&amv=0




