Saturday, November 28, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના સરતાનપર રોડ પર પાણીના પ્લાન્ટ બહારથી બાઈકની ચોરી....

    વાંકાનેરના સરતાનપર રોડ પર પાણીના પ્લાન્ટ બહારથી બાઈકની ચોરી….

    વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલા એક પાણીના પ્લાન્ટની બહાર પાર્ક કરેલું રૂ. ૩૦,૦૦૦ની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો તસ્કર ચોરી ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે. પાંચ દિવસ સુધી આસપાસના વિસ્તારોમાં જાતે તપાસ કર્યા બાદ બાઈકનો કોઈ પત્તો ન લાગતા અંતે ભોગ બનનારે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના અડવી ગામના વતની અને હાલ વાંકાનેરના સરતાનપર રોડ પર જી.ઈ.બી. ૬૬ કે.વી. સબસ્ટેશન ખાતે હેલ્પર તરીકે ફરજ બજાવતા તેમજ સામે જ ‘શિવ વોટર સપ્લાય’ નામનો પાણીનો પ્લાન્ટ ચલાવતા ઉતમભાઈ જીવાભાઈ મોરી (ઉં.વ. ૨૮) એ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ગત તા. ૨૧ નવેમ્બર, ૨૦૨૬ના રોજ રાત્રે આઠેક વાગ્યે ઉતમભાઈ પોતાની નોકરી પૂર્ણ કરીને હીરો કંપનીનું સ્પ્લેન્ડર બાઈક (રજી. નં. GJ-32-M-0440) લઈને પોતાના પાણીના પ્લાન્ટ પર ગયા હતા….

    આ દરમિયાન પ્લાન્ટ પર કામ કરતા મજૂર સંજયભાઈ ગૌસ્વામીએ જમવા જવા માટે બાઈક માંગતા ઉતમભાઈએ ચાવી આપી હતી. સંજયભાઈ રાત્રે આશરે સાડા બારેક વાગ્યે જમીને પરત ફર્યા બાદ બાઈક પ્લાન્ટની બહાર પાર્ક કરીને અંદર સૂઈ ગયા હતા. જોકે, બીજા દિવસે સવારે નવ વાગ્યે જોતા પાર્ક કરેલું બાઈક ગાયબ હતું.
    બનાવની જાણ થતા ઉતમભાઈએ પ્રથમ પાંચ દિવસ સુધી આસપાસના વિસ્તારોમાં જાતે જ બાઈકની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ વાહનનો કોઈ પત્તો ન લાગતા અંતે તેમણે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં રૂ. ૩૦ હજારની કિંમતના બાઈકની ચોરી અંગે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!