આગામી તા. ૨૨મી જૂનના રોજ સવારે ૮ થી રાત્રિના ૮ વાગ્યા સુધી બે કિ.મી ત્રિજ્યામાં પ્રવેશ બંધી અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું….
વાંકાનેર તાલુકા પોલીસમાં દાખલ થયેલ એકસપોઝિવ બ્લાસ્ટના ગુન્હા મામલે બોરમાં રાખેલ એક્સપ્લોઝિવને બ્લાસ્ટ કરવા માટેની મંજૂરી મળતા આગામી તા.૨૨ નાં રોજ એક્સપ્લોઝિવના જથ્થાને નાશ કરવા તંત્ર દ્વારા બ્લાસ્ટ કરવામાં આવનાર હોવાથી, આ વિસ્તારમાં સવારે ૮ થી રાત્રિના ૮ વાગ્યા દરમ્યાન ત્યાંથી પસાર ન થવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે….
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી એસ.ઓ.જી ટીમ દ્વારા ગત તા.૧૦/૦૬ નાં રોજ વાંકાનેર તાલુકાના તરકિયા ગામના સરકારી ખરાબાનાં સર્વે નંબર ૧૬૩/૧ પૈકી ૨૪ વળી જગ્યા જે દીપડાધાર તરીકે ઓળખાતી જગ્યામાં બ્લાસ્ટ કરવા માટે આશરે ૬૫૦ કી. ગ્રા. જેટલો એક્સપ્લોઝિવનો જથ્થો પ્લાન્ટ કરેલ હોય, જેને ઝડપી લેવામાં આવેલ હોય, જેથી આ જથ્થો બહાર કાઢી શકાય તેવી સ્થિતિમાં ન હોવાથી તે બ્લાસ્ટ થવાની શક્યતાઓ હોવાથી આ PESO, વડોદરા તરફથી મંજૂરી મળેલ હોય તેમજ આ ગુન્હા વાળી જગ્યાએ પ્લાન્ટ કરેલ એકસોલોઝિવને નાશ કરવા માટે નામદાર વાંકાનેર કોર્ટ દ્વારા મંજૂરી આપેલ છે….
એક્સપ્લોઝિવ જથ્થાનો નાશ કરવા માટે જરૂરી સાધનો તથા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટશ્રીની હાજરીમાં તેમજ બે કિ.મીની ત્રિજ્યામાં કોઈ એ પસાર નહિ થવા માટે તા.૨૨-૦૬-૨૦૨૪ નાં સવારે ૮ થી રાત્રિના ૮ વાગ્યા સુધીનાં સમયગાળા પૂરતું પ્રવેશબંધનું જાહેરનામું જિલ્લા કલેકટરશ્રી કે.બી.ઝવેરી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે…
આ કામે જાહેર જનતાની જાનમાલની સલામતી માટે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧)(ખ) થી મળેલ અધિકારની રૂએ કે.બી.ઝવેરી IAS), જિલ્લા મેજીસ્ટ્રેટ, મોરબી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના તરકીયા ગામના સરકારી ખરાબાના સર્વે નં. ૧૬૩/૧ પૈકી ૨૪ વાળી જગ્યા જે દીપડાધાર તરીકે ઓળખાતી જગ્યામાં બ્લાસ્ટ કરવા માટે પ્લાન્ટ કરેલ એકસપ્લોઝીવ જથ્થાને નાશ કરવા માટે જરૂરી સાધનો તથા એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટશ્રીની હાજરીમાં “લોકોને ભય, હરકત અથવા અગવડ ન થાય તેટલા માટે રસ્તામાંથી તથા સાર્વજનિક જગા ઉપરની સર્વ પ્રકારની રાહદારોનું તથા સવાર થઈને જનારા
અથવા ગાડીમાં જનારા અથવા સાઇકલ ઉપર જનારા અથવા ચાલતા જનારાઓનું અથવા દોરીને લઈ જનારા અથવા ઢોર સાથે જનારાઓએ રસ્તાના તથા સાર્વજનિક જગાના કરવાના ઉપયોગનું નિયમન કરવા” સારૂ તા.૨૨/૦૬/૨૦૨૪ના કલાક સવારે ૮ થી રાત્રિના ૮ વાગ્યા સુધીના સમયગાળા પુરતુ ઉક્ત સ્થળેથી કોઇ વ્યક્તિએ પ્રવેશવું નહી કે ત્યાંથી પસાર થવું નહી. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ ની તથા ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાપાત્ર થશે…