Friday, May 1, 2026
More
    Homeમુખ્ય સમાચારરજત જયંતિ વર્ષની પ્રેરણાદાયક પૂર્ણાહુતિ : વાંકાનેરની એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલયના...

    રજત જયંતિ વર્ષની પ્રેરણાદાયક પૂર્ણાહુતિ : વાંકાનેરની એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલયના પૂર્વ છાત્રો દ્વારા છાશ, ચકલીઘર અને પાણીના કુંડાનું વિતરણ…

    વાંકાનેર સ્થિત શ્રીમતી એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલયના રજત જયંતિ વર્ષની ઉજવણીના અંતિમ સેવાકીય કાર્યક્રમ અંતર્ગત શાળાના પૂર્વ છાત્ર પરિષદ દ્વારા લોકકલ્યાણ અને જીવદયાના એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માનવસેવા અને પ્રકૃતિ પ્રેમના અદભુત સમન્વય રૂપે છાશ તેમજ પક્ષીઓ માટે ચકલીઘર અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું….

    હાલ પડી રહેલી ઉનાળાની કાળઝાળ ગરમીમાં માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ અને સખત પરિશ્રમ કરતા શ્રમિક વર્ગને તાજગી અને રાહત મળી રહે તેવા શુભ આશયથી ઠંડી અને તાજી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાની પૂર્વ વિદ્યાર્થિનીઓએ ભારે ઉત્સાહ, સહકાર અને સેવાભાવ સાથે આ કાર્યને સફળ બનાવ્યું હતું…

    માત્ર માનવસેવા જ નહીં, પરંતુ અબોલ જીવો પ્રત્યે પણ સંવેદના દાખવીને પર્યાવરણ અને જીવદયા પ્રત્યે જાગૃતિ ફેલાવવા પક્ષીઓ માટે પાણીના કુંડા તેમજ ચકલીઘરનું પણ વિતરણ કરાયું હતું. આ પહેલ દ્વારા સમાજને માનવતાની સાથે પ્રકૃતિ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો ઉત્તમ સંદેશ આપવામાં આવ્યો હતો.

    આ કાર્યક્રમમાં શાળાના તમામ ટ્રસ્ટીઓ, પૂર્વ છાત્રો, શિક્ષકગણ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. આ પ્રસંગે સી.આર.સી. ઇકબાલભાઈ શેરસિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની શોભા વધારી હતી.

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!