Friday, May 1, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરમાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા નાના ધંધાર્થીઓને ઉનાળાની કાળઝાળ ગરમીમાં તડકાથી રાહત...

    વાંકાનેરમાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા નાના ધંધાર્થીઓને ઉનાળાની કાળઝાળ ગરમીમાં તડકાથી રાહત માટે નિઃશુલ્ક છત્રીઓનું વિતરણ કરાયું….

    વર્તમાન આકરી ગરમીની સિઝનમાં લોકોની સેવાર્થે વાંકાનેરમાં જૈન જાગૃતિ સેન્ટર અને જૈન જાગૃતિ લેડીઝ વિંગ દ્વારા ચાલતા નિઃશુલ્ક છાશ કેન્દ્ર ખાતે તાજેતરમાં નાના ધંધાર્થીઓને છત્રીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ગત તારીખ ૧૯/૦૪/૨૦૨૬ થી વાંકાનેર ખાતે સંસ્થા દ્વારા નિઃશુલ્ક છાશ કેન્દ્ર કાર્યરત છે. કાળઝાળ ગરમીમાં ધોમધખતા તડકા વચ્ચે પોતાનો નાનો વ્યવસાય કરતા છૂટક ધંધાર્થીઓને ગરમીથી રાહત મળે તેવા શુભ આશયથી સંસ્થા દ્વારા આ છત્રી વિતરણનો સેવાકીય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો…

    આ પ્રશંસનીય કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે શહેરના આગેવાનો અને તબીબોએ હાજરી આપી હતી, જેમાં મુખ્યત્વે, ડૉ. જયશ્રીબેન દલસાણીયા, ડૉ. મુમતાઝબેન શેરસિયા, ભરતભાઈ સંઘવી, કિરીટભાઈ પટેલ, જીતુભાઈ, તુષારભાઈ સહિતના હસ્તે જરૂરિયાતમંદ ધંધાર્થીઓને છત્રીઓ અર્પણ કરવામાં આવી હતી. આ તકે જૈન જાગૃતિ સેન્ટર વાંકાનેર પ્રમુખ પૂનમચંદભાઈ પટેલ, ઉપપ્રમુખ પ્રજ્ઞાબેન પટેલ, લેડીઝ વિંગ વાંકાનેર પ્રમુખ ડૉ. ગીતાબેન ચેતનભાઈ બેલાણી અને સેક્રેટરી સ્વીટીબેન તેજસભાઈ જોડાયા હતા..

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!