હેકરો દ્વારા વ્હોટસએપ હેક કરી Patel Vehicle Buy & Sale.apk ના નામે ખોટી એપ્લિકેશન બનાવી લોકોને બેવકૂફ બનાવવામાં આવી રહ્યા છે, માટે આવા મેસેજથી દુર રહેવા અપીલ….
છેલ્લા 24 કલાકથી વાંકાનેર વિસ્તારના ઘણાબધા લોકોને અજાણ્યા નંબર પરથી વાંકાનેરની નામાંકિત પટેલ વ્હીકલ પેઢીના નામે ખોટાં મેસેજ કરી એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે જણાવી રહ્યા છે, જેથી આ બાબતે તમામ લાગતા વળગતા મિત્રોને જણાવવાનું કે, જો કોઈ મિત્રોને અજાણ્યા નંબર પરથી આવો મેસેજ, લિંક, અથવા એપ્લિકેશન વ્હોટસએપ મારફતે આવેલ હોય, તો તેને ડાઉનલોડ કે ક્લિક કરવી નહીં. અમારા દ્વારા આવાં કોઈ મેસેજ કરવામાં આવેલ નથી, અમે આવી કોઇ એપ્લિકેશન બનાવેલ નથી.
જેથી આવા મેસેજ કે લિંક પર પર ક્લિક કરવાથી અથવા એપ્લિકેશન ડાઉનલોડ કરવાથી આપને નુકસાન અથવા તમારો મોબાઇલ હેક થઈ શકે છે. માટે મહેરબાની કરી આવી કોઈ ભુલ ન કરવા તમામ મિત્રોને અપીલ કરવામાં આવી છે. આ સાથે જ આપની આવી ભુલથી થતી કોઇપણ પ્રકારની નુકસાન માટે અમો પટેલ વ્હીકલ જવાબદાર રહેશે નહીં, જેની તમામે નોંધ લેવી…
(નોંધ : હાલમાં લોકોને મો. 63528 80348 પરથી વ્હોટસએપમાં મેસેજ આવે છે, જે નંબર હેકરો દ્વારા હેક કરવામાં આવેલ હોય, જેથી આ નંબર પરથી વ્હોટસએપ મારફતે કોઈ મેસેજના જવાબ આપવા નહીં અથવા વ્હોટસએપ કોલ રિસિવ કરવો નહીં…)
અમારા વકીલ તથા સલાહકારના માર્ગદર્શનથી…
લી.
પટેલ વ્હીકલ
ઓટો કન્સલ્ટન્ટ
દરેક કંપનીના જુના ટુ-વ્હીલર લેનાર તથા વેચનાર…
પટેલ પ્લાઝા, નેશનલ હાઇવે, ઝાંઝર સિનેમાની સામે, વાંકાનેર
મો. 98241 94621
મો. 98988 48696
(પટેલ વ્હીકલના ઉપરના બંને નંબર પરથી આવતા મેસેજ પર ગ્રાહકો વિશ્વાસ કરી શકશે…)
અમારા ઓફિસીયલ WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો….
https://chat.whatsapp.com/KEx63S0snUN1WFVsh4vzHM
મો 98241 94621