મોરબી જિલ્લાના સંગઠન પર્વ 2025 દરમિયાન મોરબી જિલ્લાના બાકી રહેલ વાંકાનેર તથા ટંકારાના પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આશ્ચર્યજનક રીતે ટંકારા ભાજપ પ્રમુખ તરીકે નવા જ નામની જાહેરાત કરવામાં આવી છે. મોરબી જિલ્લામાં હોદ્દેદારોની વરણ માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરી દાવેદારી ફોર્મ ભરવામાં આવેલ હોય, જેમાં ટંકારા ભાજપના પ્રમુખ પદ માટે 13 ઉમેદવારોએ સંગઠન સમક્ષ પ્રમુખ ફદ માટે દાવેદારી રજૂ કરી હોય, જે બાદ આજરોજ આ 13 દાવેદારોને અવગણી પક્ષ દ્વારા નવા જ 14 માં જ નામની પ્રમુખ તરીકે જાહેરાત કરાતાં ટંકારા ભાજપ કાર્યકર્તાઓમાં ગણગણાટ શરૂ થયો છે.