પ્રથમ…પ્રથમ…પ્રથમ…: પરિણામોમાં હંમેશા અવ્વલ રહેતાં ધી મોડર્ન સ્કૂલના વિદ્યાર્થીઓએ માર્ચ 2024 માં પણ No.1 ની પરંપરા જાળવી રાખી…
તાજેતરમાં જ જાહેર થયેલા ધો. 12 સાયન્સના તમામ પરિણામોમાં વાંકાનેરની ધી મોડર્ન સ્કૂલના વિદ્યાર્થીઓએ સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ સ્થાન મેળવી જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે. આ સાથે જ મેડિકલ પ્રવેશ માટે લેવાતી NEET માં પણ શાળાના વિદ્યાર્થીઓ વાંકાનેરના ઇતિહાસમાં સર્વશ્રેષ્ઠ ગુણથી નવો રેકોર્ડ બનાવી પ્રથમ સ્થાન મેળવવા જઇ રહ્યા છે…
ધો. 12 સાયન્સમાં A-ગ્રુપના વિદ્યાર્થીઓ માટે લેવાતી JEE Main ના પરિણામોમાં પણ ધી મોડર્ન સ્કૂલના વિદ્યાર્થી કડીવાર નાઝીરરઝા નીજામુદ્દીન (વાલાસણ)એ 96.80 PR મેળવી સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ સ્થાન મેળવેલ છે…
ગત વર્ષે JEE Main-2023 ના પરિણામને આધારે IIT કોલેજમાં ઓપન વિદ્યાર્થીઓ માટે કટઓફ 95.21 PR તથા NIT ની કોલેજમાં ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓ માટે કટઓફ 94.78 PR હતા, જેથી આગામી દિવસોમાં ધી મોડર્ન સ્કૂલનો વિદ્યાર્થી ઉપરોક્ત કોલેજમાં પ્રવેશ પાત્ર થશે…
GUJCET 2024 માં ધી મોડર્ન સ્કૂલના વિદ્યાર્થી કડીવાર રહેબરઝા એમ. વાંકાનેરના ઈતિહાસમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 117.50 માર્ક્સના રેકોર્ડ સાથે સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ સ્થાન મેળવેલ છે…
ધોરણ 12 સાયન્સના પરિણામમાં પણ શાળાના વિદ્યાર્થી ભોરણીયા અરમાન એમ. એ અત્યારે સુધીમાં સૌથી વધુ 97.33% સાથે સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ સ્થાન મેળવેલ છે…
ધોરણ 10 ના પરિણામોમાં સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં Top-10માં સૌથી વધુ 9-9 વિદ્યાર્થીઓ તથા ધોરણ 12 કોમર્સના પરિણામોમાં સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં Top-10માં સૌથી વધુ 3-3 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યાં છે.
આમ, ધોરણ 12 સાયન્સ A/B ગ્રુપમાં, ધોરણ 12 કોમર્સ તથા ધોરણ 10 ના પરિણામોમાં ધી મોડર્ન સ્કૂલ ખરેખર No. 1 બની છે….