વાંકાનેર શહેર ખાતે આજથી વિદ્યાભારતી ગુજરાત પ્રદેશના સૌરાષ્ટ્ર-કચ્છ કક્ષાના પ્રાથમિક શાળાઓના આચાર્યો માટે પ્રશિક્ષણ વર્ગનો આજથી પ્રારંભ થયો છે, જેમાં ઉદ્ધાટન કાર્યક્રમમાં ઝાલા ભગતની જગ્યાના મહંત મગનીરામ બાપુ અને ગાયત્રી શક્તિ પીઠના મહંત અશ્વિનભાઇ રાવલ ઉપસ્થિત રહી સર્વે શિક્ષાર્થીને આર્શિવચન પાઠવ્યા હતા….
આ તકે પ્રારંભમાં વર્ગની ભૂમિકા વર્ગના માર્ગદર્શક ચંદાબેન કૌરાણીએ પ્રશિક્ષણનું મહત્વ રજુ કર્યુ હતું. જે બાદ પ્રાંતના ઉપાધ્યક્ષ શ્રી અપૂર્વભાઇ મણીયારે શિક્ષાર્થી સમક્ષ પોતાની વાત મુકી હતી. આ વર્ગમાં ૯ ભાઇઓ અને ૫૮ બહેનો અને ૨૧ પ્રશિક્ષક/પ્રબંધક ઉપસ્થિતિ રહ્યા છે. વર્ગમાં સંયોજક તરીકે વિપુલભાઇ પરમાર, સહસંયોજક મયુરીબેન કયુરીયા, વાલી તરીકે લક્ષ્મણભાઇ ચૌહાણ, મહાપ્રબંધક તરીકે જીજ્ઞેશભાઇ પાટડીયા, શૈક્ષણિક માર્ગદર્શક તરીકે ચંદાબેન કૌરાણી વર્ગમાં સંભાળનાર છે.
વર્ગમાં માર્ગદર્શન માટે પ્રાંતના મંત્રી શ્રી ધર્મેશભાઇ જોષી, રાજકોટ વિભાગના મંત્રી જયંતિભાઇ પડસુંબિયા ઉપસ્થિત રહેનાર છે. સ્થાનિક વ્યવસ્થા ટ્રસ્ટના પ્રમુખ શ્રી વિનુભાઇ રૂપારેલીયા તથા શ્રી અમરશીભાઇ મઢવીના માર્ગદર્શન સર્વ આચાર્ય ગણ જોડાઇ સુંદર વ્યવસ્થા સંપન્ન કરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65