
વાંકાનેર તાલુકાના નવા વઘાસીયા ગામે ઘરકામ જેવી નજીવી બાબતે કૌટુંબિક કલેશ સર્જાતા પતિ અને સાસુએ મળીને પરણિતાને શારીરિક-માનસિક ત્રાસ આપી, લોખંડના પાઇપ વડે માર મારી ઘરમાંથી કાઢી મૂક્યાની ઘટના સામે આવી છે. આ હુમલામાં મહિલાને હાથમાં ફ્રેક્ચર સહિતની ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે…

બાબતે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, વાંકાનેરના નવા વઘાસીયા ગામે રહેતા અનિતાબેન અશોકભાઈ સોલંકી પોતાના ઘરે બાળકો અને સાસુ સોમીબેન સાથે હાજર હોય દરમિયાન તેમના પતિ અશોકભાઈ અમરશીભાઈ સોલંકી ઘરે આવ્યા હતા અને ‘તું આખો દિવસ બેસી રહે છે, કંઈ કામ કરતી નથી’ તેમ કહી મેણાં-ટોણાં મારવાનું શરૂ કર્યું હતું.


જોતજોતામાં બોલાચાલી ઉગ્ર બનતા પતિ અશોકભાઈ અને સાસુ સોમીબેને અનિતાબેનને અપશબ્દો કહી ઘરમાંથી નીકળી જવાનું કહ્યું હતું. ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ઉશ્કેરાયેલા પતિ અશોકભાઈએ લોખંડના પાઇપ વડે પત્ની અનિતાબેન પર હુમલો કરી માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

સાસરિયાઓએ ઘરમાંથી કાઢી મૂકતા ઈજાગ્રસ્ત હાલતમાં પરણિતાએ આખી રાત ઘરની બહાર વિતાવી હતી અને બીજા દિવસે ટંકારા તાલુકાના નેસડા ગામે પોતાના પિયરમાં માતા પાસે પહોંચ્યા હતા. જ્યાંથી તેમને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ ટંકારા સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે મોરબી રીફર કરવામાં આવ્યા હતા. તબીબી તપાસ દરમિયાન અનિતાબેનને ડાબા હાથમાં ફ્રેક્ચર અને શરીરે ગંભીર મૂઢ ઈજાઓ થઈ હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગે પીડિત પરણિતા અનિતાબેનની ફરિયાદના આધારે પોલીસે પતિ અશોકભાઈ અમરશીભાઈ સોલંકી અને સાસુ સોમીબેન વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t
https://t.me/RESEARCHSULTANSEBI


