ધો.12 સાયન્સ, ધો.12 કોમર્સ અને GUJCETના પરિણામોમાં જ્ઞાનગંગા સ્કૂલનું એકચક્રી શાસન….; અત્ર… તત્ર… સર્વત્ર… જ્ઞાનગંગા સ્કૂલ અવ્વલ…
આજરોજ ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ ધો.12 સાયન્સ, ધો.12 કોમર્સ અને GUJCET ના પરિણામમાં વાંકાનેરની No.1 જ્ઞાનગંગા સ્કૂલે પોતાની પ્રતિષ્ઠા પ્રમાણે જ શ્રેષ્ઠ દેખાવ કરતા No.1 નો તાજ જાળવી રાખ્યો છે. જેમાં ધો.12 સાયન્સ હના આજે જાહેર થયેલ પરિણામમાં 99.99 PR સાથે જ્ઞાનગંગા સ્કૂલના વિધાર્થી પટેલ મીતએ સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ ક્રમાંક મેળવેલ છે. આ ઉપરાંત પટેલ મીતએ આજે જાહેર થયેલા GUJCET ના પરિણામોમાં પણ 116.25 ગુણ મેળવી GUJCET ના પરિણામના અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ ક્રમાંક મેળવેલ છે….
પટેલ મિતએ 12 સાયન્સના પરિણામમાં 99% મેળવેલા છે,જે આજદી સુધીના ઇતિહાસમાં કોઈ વિદ્યાર્થીએ ક્યારે પણ મેળવેલો નથી…