વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ સિરામિક કારખાનામાં કામ કરતો એક શ્રમિક યુવાન બીજા માળેથી નીચે પટકાતાં તેને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ સ્વેલ ગ્રેનાઈટો એલએલપી નામના કારખાનાની લેબર કોલોનીમાં બીજા માળે લોબીની દીવાલ ઉપર બેઠેલ મૂળ મધ્યપ્રદેશના વતની કૈલાસ શંકરલાલા ચૌહાણ (ઉ.વ. 34) નામના શ્રમિક યુવાનનું બીજા માળેથી પટકાતા મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/EoJQt2myi9pA3z1D8mU7Jc