વાંકાનેર તાલુકાના રાતાવીરડા-સરતાનપર રોડ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં એક ડબલ સવારી બાઇકને કોઇ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે અન્ય એક શખ્સને પણ આ બનાવમાં ઇજાઓ પહોંચી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાતાવીરડા-સરતાનપર રોડ પર સ્વેલ સિરામિક નજીક પુલિયા પાસેથી પસાર થતા એક ડબલ સવારી બાઇકને કોઇ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં વાહન ચાલક બાદરભાઇ બાબરભાઇ ચૌહાણ (ઉ.વ. ૪૬, રહે. બાલાસિનોર) ને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું સારવાર દરમિયાન મોત થયું હતું,
જ્યારે કરણ અજયકુમાર રાણા નામના શખ્સને પણ આ બનાવમાં ઇજાઓ પહોંચી હતી, જેથી આ મામલે મૃતકના પત્ની વિનાબેન બાદરભાઇ ચૌહાણએ વાંકાનેર તાલુકા પોલીસમાં અજાણ્યા વાહન ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp