વાંકાનેર શહેર નજીક નવાપરા ખાતે વાસુકી દાદા મંદિરની સામેથી પસાર થતા બે બાઇક સામસામે અથડાતાં અકસ્માત સર્જાયો હતો, જેમાં બુલેટ બાઇક ચાલક યુવાનને આ અકસ્માતમાં ઇજાઓ પહોંચી હતી, જેથી તેણે આ મામલે અન્ય બાઇક ચાલક સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી વીરમભાઈ કાનજીભાઈ ભુંભરીયા મિત્રના બુલેટ બાઇક નં. GJ 36 AH 63 લઈને નવાપરા વાસુકી દાદાના મંદિર સામેથી પસાર થઈ રહ્યા હોય, ત્યારે રાત્રીના સમયે સામેથી રોંગ સાઈડમાં આવતા બાઇક નં. GJ 36 AM 1200 ના ચાલકે બાઇક ભટકાતાં અકસ્માત સર્જાયો હતો, જેમાં ફરિયાદી વિરમભાઈને પગમાં ફ્રેકચર સહિતની ઇજાઓ પહોંચી હતી, જેથી આ મામલે વાંકાનેર સીટી પોલીસે અન્ય બાઇક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp