
વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા પોલીસ ચોકી નજીકથી એક આશરે ૪૫ થી ૫૦ વર્ષની ઉંમરના અજાણ્યા પુરુષનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. જેથી આ અંગે વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી મૃતકના વાલીવારસની શોધખોળ શરૂ કરી છે….


બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા પોલીસ ચોકી પાસે એક ૪૫ થી ૫૦ વર્ષનો અજાણ્યો પુરુષ બીમાર અને બેભાન હાલતમાં મળી આવતા તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ચોટીલાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. જે બાદ બનાવની જાણ થતાં વાંકાનેર તાલુકા પોલીસને થતાં પોલીસે અજાણ્યા પુરુષના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવતા ખુલાસો થયો હતો કે, આધેડનું મોત હાર્ટએટેક આવવાથી થયું છે. હાલમાં વાંકાનેર તાલુકા પોલીસે આ બનાવ અંગે અકસ્માત મૃત્યુ નોંધ કરી મૃતક પુરુષની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t





