Monday, April 20, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના પચ્ચીસ વારીયા નજીકથી એક્ટિવામાં વિદેશી દારૂની ખેપ મારવા નિકળેલ એક ઇસમ...

    વાંકાનેરના પચ્ચીસ વારીયા નજીકથી એક્ટિવામાં વિદેશી દારૂની ખેપ મારવા નિકળેલ એક ઇસમ ઝડપાયો, એક ફરાર‌….

    વાંકાનેર શહેરમાંથી પોલીસે ખાનગી બાતમીને આધારે એક શખ્સને એક્ટિવામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા શખ્સે આ દારૂ અન્ય એક વ્યક્તિ પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે બંને સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે…

    બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર શહેરના પચ્ચીસવાળીયા વિસ્તારમાં ટેલીફોન એક્ષચેન્જ નજીક આવેલી ડી. ટુ. હેર નામની દુકાન પાસેથી પસાર થઈ રહેલા એક શંકાસ્પદ એક્ટીવા નં. GN 36 H 6299 ને પોલીસે રોકીને તલાશી લેતા એક્ટીવાની ડેકીમાંથી WHITE LACE VODKA બ્રાન્ડના વિદેશી દારૂના 13 નંગ ચપલા (જેની કિંમત રૂ. ૩,૯૦૦) મળી આવ્યા હતા. જેથી પોલીસે એક્ટીવા ચાલક આરોપી મેહુલ ઉર્ફે બોબી વિરેનચંદ્ર મારૂ (રહે. શાકમાર્કેટની પાછળ નગરપાલીકાની સામે, વાંકાનેર) ની

    વિદેશી દારૂ અને એક્ટીવા મળીને સહિત કુલ રૂ. ૩૩,૯૦૦ નો મુદ્દામાલ સાથે અટકાયત કરી પૂછપરછ કરતા તેણે આ વિદેશી દારૂનો જથ્થો વાંકાનેરના કુંભારપરામાં રહેતા આરોપી સમીર શાંતીલાલ બજાણીયા (ઉ.વ. ૩૫) પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપી હતી. જેથી પોલીસે પકડાયેલા મેહુલ ઉર્ફે બોબી અને તેને દારૂ સપ્લાય કરનાર સમીર બજાણીયા એમ બંને ઇસમો વિરૂધ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!