વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામ ખાતે બે મહિના અગાઉ થયેલ ઝઘડાના સમાધાન બાદ એક યુવાનને આરોપીએ બેફામ ગાળો આપી હાથમાં પહેરવાનું કડું માથામાં મારી તથા લાકડી વડે ફટકારી માર મારતાં બાબતે આ બનાવમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામ ખાતે રહેતા ફરિયાદી અશ્વિનભાઈ હકાભાઈ સોલંકીને બે મહિના પૂર્વે આરોપી દિનેશભાઈ કાળુભાઈ દેત્રોજા સાથે સામાન્ય બાબતમાં બોલાચાલી થયા બાદ સમાધાન પણ થઇ ગયેલ હોય, જેમાં ફરિયાદી નવા રાજાવબલા ગામે હનુમાનજી મંદિર ચોકમાં ઉભા હોય ત્યારે આરોપી ત્યાં આવી ફરિયાદીને ગાળો આપી માથાને ભાગે કડું તેમજ લાકડાનો ધોકો ફટકારી માર માર્યો હતો, જેથી આ મામલે ફરિયાદીએ આરોપી દિનેશભાઇ સામે વાંકાનેર સીટી પોલસમાં ફરિયાદ નોંધાવી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65