દર મહિનાના ત્રીજા ગુરૂવારે વાંકાનેરની પીર મશાયખ હોસ્પિટલ ખાતે નિદાન કેમ્પ યોજાશે…: મીર સાહેબ બાવા(ર.હે.)ની યાદમાં આગામી ગુરુવારે ફ્રી નિદાન કેમ્પ યોજાશે…
વાંકાનેરની પીર મશાયખ હોસ્પિટલ ખાતે મુસ્લિમ સમાજના ધર્મગુરૂ હઝરત પીર સૈયદ ખુર્શીદહૈદર પીરઝાદા ઉર્ફે મીર સાહેબ(ર.હે.) ની યાદીમાં રાજકોટની નામાંકિત ગોકુલ હોસ્પિટલ (કુવાડવા રોડ)ના મગજ અને ચેતાતંત્રના રોગોના નિષ્ણાંત ડો. આશુતોષ દુધાત્રા (કન્સલ્ટન્ટ ન્યુરોફિઝિશિયન, MD, DRNB-ન્યુરોલોજી) દ્વારા આગામી ગુરુવારના રોજ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મગજ તથા ચેતાતંત્રના રોગોનું નિદાન તથા સારવાર કરવામાં આવશે, જેથી આ કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લેવા ગોકુલ હોસ્પિટલના ઇન્ચાર્જ જહાંગીર પરાસરા (મો. 9974448256) અને પીર મશાયખ હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે….
નિદાન કેમ્પમાં ઉપલબ્ધ સારવાર….
• લકવો અને પક્ષઘાતની અસર…
• મગજમાં હેમરેજની ઇજાઓ તથા મગજનો તાવ…
• ભુલવાની બિમારી…
• કંપવાત (ધ્રુજવાની બિમારી)
• ખેંચ આવવી..
• પગ તથા કમરના દુખાવા…
• સ્નાયુના રોગો
• હાથપગમાં ખાલી ચડવી…
• બળતરા થવી….
• ચાલવામાં અસંતુલન…
• મલ્ટીપલ સ્ક્લેરોસિસ
• ચક્કર આવવા, ડબલ દેખાવું…
• આંખના પોપચાં ઢળી જવા સહિતના રોગોની સારવાર કરવામાં આવશે….
• ઓપીડી કેમ્પ •
તારીખ : 16/05/2024, ગુરૂવાર
સમય : સવારે 10 થી બપોરે 1 સુધી
સ્થળ : પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલ, સીટી સ્ટેશન રોડ, વાંકાનેર.
રજીસ્ટ્રેશન માટે…
Mo. 91736 40108
Ph. : 02828 220344