પરિવારની મહિલાઓ સાથે બેઠેલા યુવાનને ‘ અહીં ફોટા નઇ પાડવાના ‘ કહીં ચાર ઇસમોએ મળી માર માર્યો….
વાંકાનેર શહેરના પેડક વિસ્તારમાં શિતળા માતાજીના મંદિરે પરિવારની મહિલાઓ સાથે બેઠેલા એક યુવાન પર ચાર ઈસમોએ રોફ જમાવી દાદાગીરી કરી ‘ અહીં તારે ફોટા નહિ પાડવાના ‘ તેમ કહી બેફામ ગાળો આપી ઢીકાપાટુ તથા લાકડી વડે માર મારતાં આ મામલે વાંકાનેર સિટી પોલીસમાં ચાર ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી પરેશભાઈ લાખાભાઈ કોળી (ઉ.વ. ૨૨, રહે. મનહરપીરા-૧, રાજકોટ) એ વાંકાનેર સિટી પોલીસમાં આરોપી યશરાજસિંહ ઝાલા, જયદ્રથસિંહ ઝાલા (રહે. બંને પેડક) તથા બે અજાણ્યા ઇસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીની પત્નીનો જન્મદિવસ હોય, જેથી તેઓ વાંકાનેર પોતાના સસરાને ત્યાં આવેલ હોય, જ્યાંથી સાંજે પોતાની પત્ની, બહેન તથા સાળીઓ સાથે પેડકમાં આવેલ શિતળા માતાજીના મંદિરે દર્શન કરી બહાર બેઠેલા હોય, ત્યારે ઉપરોક્ત ચારેય ઇસમો ફરિયાદી પાસે આવી ‘ તારે અહીં ફોટા પાડવા નહીં, આ અમારા બાપની જગ્યા છે ‘ તેમ કહીં રોફ જમાવી દાદાગીરી કરી ગાળો આપી ઝઘડો કરતા ફરિયાદીએ ગાળો આપવાની ના પાડતાં ઉશ્કેરાયેલા આરોપીઓએ ફરિયાદીને પકડી લાકડી વડે તથા ઢીકાપાટુનો માર મારતાં આ મામલે વાંકાનેર સીટી પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1