વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી નજીક ઓવરબ્રીજ ઉતરતા એક યુવાન રોડ ક્રોસ કરી રહ્યો હોય, દરમિયાન મુર ઝડપે આવતા કોઈ અજાણ્યા વાહન ચાલકે યુવાનને હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચતા યુવકનું મોત થયું હોય, જેથી આ હિટ એન્ડ રનના બનાવમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી નજીક ઓવરબ્રિજ ઉતરતા ટોપ સિરામિક સામે નેશનલ હાઇવે પર રોડ ક્રોસ કરતી વેળાએ દિલિપભાઈ બુધેસિંઘ ઉર્ફે બુધીયા ડાવર (ઉ.વ. ૧૯, રહે. મુળ મધ્યપ્રદેશ) નામના પરપ્રાંતિય શ્રમિક યુવાનને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હોય, જેમાં યુવાનને માથા તથા શરીર ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત થયું હતું, જેથી આ હિટ એન્ડ રનના બનાવમાં મૃતક યુવાનના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસમાં અજાણ્યા વાહન ચાલકે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1