વર્ષોથી ચોમાસામાં કોઝ-વે ધોવાઇ જવાની સમસ્યા, ચુંટાયેલા સત્તાધીશોની જવાબદારી યુવાનોએ ઉપાડી….
વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામે ‘ જાત મહેનત ઝીંદાબાદ ‘ સૂત્રને ગામના યુવાનોએ સાર્થક કરી બતાવ્યું છે, જેમાં વર્ષોથી પંચાસીયા-રાણેકપર ગામને જોડતા માર્ગ પર મચ્છુ નદી પરનો કોઝ-વે ચોમાસામાં નદીમાં પાણી આવી જવાથી ધોવાઈ જતો હોય, જેની સામે આજસુધી જવાબદાર તંત્ર કે પ્રતિનિધિઓએ ધ્યાન ન આપતાં અંતે આ માર્ગનો ઉપયોગ કરતાં અને સિરામિક ઉદ્યોગમાં વેપાર-નોકરી સાથે જોડાયેલા યુવાનોએ સ્વખર્ચે કોઝ-વેના તુટેલા ભાગને સિમેન્ટ-કોંક્રિટથી પુરી રીપેર કર્યો છે….
લાંબા સમયથી આ વિસ્તારમાં ચોમાસા દરમિયાન નદીમાં પાણીનું લેવલ વધી જવાથી કોઝ-વે બંધ રહેતો હોય અને પાણીથી ડેમેજ થતાં રસ્તો બંધ રહેતા સ્થાનિક આજુબાજુના ગ્રામજનો, ખેડૂતો અને વેપાર-નોકરી સાથે જોડાયેલા યુવાનોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છતાં પણ આજ સુધી આ સમસ્યા સામે કોઈએ પણ ધ્યાન ન આપતા અંતે યુવાનોએ પોતાની સમસ્યાને સ્વખર્ચે હલ કરી બતાવી છે….