વાંકાનેર શહેર ખાતે શ્રી સેન યુવા સંગઠન દ્વારા વાણંદ સમાજના વિદ્યાર્થીઓના શાહી સન્માન સમારોહ તથા નિઃશુલ્ક ચોપડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓની ધમાકેદાર એન્ટ્રી તેમજ બાળાઓ દ્વારા સ્વાગત ગીત સાથે કરવામાં આવી હતી….
આ સાથે જ વાણંદ સમાજના વિદ્યાર્થીઓને તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ-સર્ટીફીકેટ આપી સન્માનિત કરવાની સાથે જ વિનામૂલ્યે ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા. આ તકે વાંકાનેર વાણંદ સમાજ દ્વારા અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં અવસાન પામેલ દિવંગતોને ગાયત્રી મંત્રના નાદ દ્વારા શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે શ્રી સેન યુવા સંગઠનના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી….