Wednesday, May 13, 2026
More
    Homeમુખ્ય સમાચારટંકારામોરબીમાં મોટા વહીવટી ફેરફાર : કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરની બદલી, નવા DDOની...

    મોરબીમાં મોટા વહીવટી ફેરફાર : કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરની બદલી, નવા DDOની નિમણૂક….

    રાજ્ય સરકાર દ્વારા આજરોજ વહેલી સવારે એકસાથે 72 જેટલા સનદી (IAS) અધિકારીઓની બદલીના આદેશો જારી કર્યો છે. આ વ્યાપક બદલીઓના ભાગરૂપે મોરબી જિલ્લાના વહીવટી માળખામાં પણ મોટા ફેરફારો જોવા મળ્યા છે. મોરબી જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરની બદલી કરવામાં આવી છે, જ્યારે લાંબા સમયથી ઇન્ચાર્જ હેઠળ ચાલતી જિલ્લા વિકાસ અધિકારી (DDO) ની જગ્યા પર કાયમી નિમણૂક કરવામાં આવી છે.

    રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ (GAD) ના આદેશ અનુસાર મોરબી જિલ્લામાં નીચે મુજબની નવી નિમણૂકો અને બદલીઓ થઈ છે:

    નવા જિલ્લા કલેક્ટર : મોરબી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા સ્વપ્નિલ ખરેને મોરબીના નવા જિલ્લા કલેક્ટર તરીકે નિયુક્તિ

    નવા મ્યુનિસિપલ કમિશનર : અગાઉ મોરબીમાં પોતાની ફરજ બજાવી ચૂકેલા અધિકારી સંગીતા રૈયાણીને મોરબીના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક…

    નવા જિલ્લા વિકાસ અધિકારી (DDO) : મોરબી DDO ની જગ્યા પર શ્રી વિદ્યાસાગરની કાયમી નિમણૂક

    વિદાય લેતા કલેક્ટર : મોરબીના વર્તમાન કલેક્ટર કે. બી. ઝવેરી (કિરણ ઝવેરી)ની બદલી કરીને તેમને નડિયાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂંક…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!