Wednesday, May 13, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર : મણકાની ગાદીની બીમારીથી ત્રસ્ત 33 વર્ષીય મહિલાએ ગળેફાંસો ખાઈ જીવન...

    વાંકાનેર : મણકાની ગાદીની બીમારીથી ત્રસ્ત 33 વર્ષીય મહિલાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું….

    વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાંથી રહેતા એક પરિણીત મહિલાએ પોતાની લાંબા સમયની શારીરિક બીમારીથી કંટાળી જઈને પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. યુવાન વયે મહિલાએ ભરેલા આ અંતિમ પગલાંને પગલે પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે….

    બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં રહેતા જશુબેન સુરેશભાઈ કુંઢીયા (ઉ.વ. 33) નામની મહિલા છેલ્લા છ વર્ષથી મણકાની ગાદીની ગંભીર બીમારીથી પીડાતા હોય, જેમાં આ બીમારીથી ત્રસ્ત થઈ જઈને ગઈકાલે સાંજના સમયે તેમણે પોતાના ઘરે પંખા સાથે ચૂંદડી બાંધીને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!