મોરબી આરટીઓ કચેરી દ્વારા મારગ સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત વાંકાનેરની મોડર્ન સ્કૂલમાં જનજાગૃતિ તેમજ વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોની સમજૂતી આપવા માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું….
આ સેમિનારમાં મોરબી આરટીઓ કચેરીમાંથી આરટીઓ ઇન્સ્પેક્ટર એ. આર. સૈયદ તથા તેમની ટીમ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો અંગે માહિતી આપી માર્ગ અકસ્માતના ટાળવા રાખવાની સાવચેતી તથા અકસ્માતગ્રસ્તોની મદદ કરવા માટે સમજણ આપી માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી….