કોંગ્રેસ તરફથી યાકુબભાઈ સંજરને ટીકીટ અપાઇ, ટેકેદારો સાથે ઉમેદવારીપત્ર રજુ કરાયું….
વાંકાનેર તાલુકાની ચંદ્રપુર તાલુકા પંચાયતની ખાલી પડેલી બેઠક માટે ચૂંટણી જાહેર કરવામાં આવી હોય, જેમાં આજરોજ ચંદ્રપુર બેઠક પર કોંગ્રેસ તરફથી સત્તાવાર રીતે શેરસીયા સુજાનાબેન યાકુભાઈ (સંજર)ને ટિકિટ આપતા તેમણે પોતાના ટેકેદારો અને કોંગ્રેસ આગેવાનો સાથે ઉમેદવારી પત્ર રજૂ કર્યું છે…
અત્રે ઉલ્લેખનીય છે કે સામા પક્ષે ભાજપ તરફથી હજુ સુધી ઉમેદવારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જેમાં ભાજપમાં પાંચ જેટલા દાવેદારોએ ટિકિટ માટે માંગણી કરતા મામલો ગુંચવાયો છે, જેના કારણે ફાયનલ ઉમેદવારી નક્કી કરવાનો નિર્ણય હાઇકમાન્ડ સુધી પહોંચ્યો છે. હાલ ભાજપમાંથી ભાટીયા સોસાયટીના બે જૂથો દ્વારા પોતાના ઉમેદવારને ટિકિટ મળે તે માટે લોબિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી સત્તાવાર ઉમેદવારની જાહેરાત આવતીકાલ સાંજ સુધીમાં થવાની શક્યતા દર્શાવાઇ રહી છે…
હાલ ચંદ્રપુર બેઠક પરથી ઉમેદવારી માટે કુલ પાંચ ફોર્મ ઉપાડવામાં આવેલ હોય, જેની સામે કોંગ્રેસ તરફથી સત્તાવાર ઉમેદવાર તરીકે શેરસીયા સુજાનાબેન યાકુબભાઈ (સંજર) અને ડમી તરીકે રૂકસાનાબેન ઇસ્માઇલભાઈ શેરસીયા એમ બે ઉમેદવારી ફોર્મ રજૂ કરવામાં આવેલ હોવાની માહિતી મળી રહી છે…