Saturday, April 25, 2026
More
    Homeમુખ્ય સમાચારકોઠી જિલ્લા પંચાયત બેઠક પર પ્રભાબેન રમેશભાઈ પ્રબતાણીના સમર્થનમાં જંગી જાહેરસભા અને...

    કોઠી જિલ્લા પંચાયત બેઠક પર પ્રભાબેન રમેશભાઈ પ્રબતાણીના સમર્થનમાં જંગી જાહેરસભા અને સઘન લોકસંપર્ક અભિયાન હાથ ધરતાં કોંગ્રેસ આગેવાનો….

    હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંતિમ તબક્કામાં ચાલી રહી છે, ત્યારે કોઠી જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસ પાર્ટી દ્વારા પોતાના ઉમેદવાર પ્રભાબેન રમેશભાઈ પ્રબતાણીના સમર્થનમાં વિશાળ જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક જનતા અને કાર્યકરો ઉમટી પડ્યા હતા…

    આ વખતના ચૂંટણી જંગમાં કોઠી જિલ્લા પંચાયત બેઠક પરથી કોંગ્રેસે જેપુર ગામના ઉપસરપંચ તથા સ્થાનિક લોકપ્રિય આગેવાન અને ઉમેદવાર પ્રતિનિધિ રમેશભાઈના ધર્મપત્ની પ્રભાબેનને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે, ત્યારે પ્રભાબેનના સમર્થનમાં યોજાયેલી જાહેરસભામાં કોંગ્રેસ નેતાઓ અને સ્થાનિક આગેવાનોએ હાજરી આપી હતી. મંચ પરથી નેતાઓએ સત્તાધારી પક્ષની નિષ્ફળતાઓ ગણાવીને કોંગ્રેસના શાસનમાં વિકાસના નવા શિખરો સર કરવાનો કોલ આપ્યો હતો. આ સભામાં મોટી સંખ્યામાં મતદારોની ઉપસ્થિત જોતા કોંગ્રેસ છાવણીમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે….

    કોઠી જિલ્લા પંચાયત બેઠક હેઠળ આવતી કણકોટ, કોઠી અને ખખાણા તાલુકા પંચાયત બેઠકો પર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની ફોજ ઘરે-ઘરે ફરી અને લોકસંપર્ક દરમિયાન ઉમેદવાર તથા આગેવાનો મતદાતાઓને રૂબરૂ મળીને તેમના પ્રશ્નો સાંભળી કોંગ્રેસના આ વિસ્તાર માટે ભાવિ આયોજનો વિશે લોકોને માહિતગાર કર્યા હતા…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!