વાંકાનેર તાલુકા પોલીસ ટીમના મેસરીયા ચેકપોસ્ટ નજીક હાઇવે પર વાહન ચેકિંગ દરમિયાન અહીંથી રોંગ સાઈડમાં પસાર થતા એક શંકાસ્પદ બોલેરો પીકઅપ વાહનનો પીછો કરી આગળ જતા તેને રોકી તલાસી લેતા બોલેરોમાંથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેથી પોલીસે વાહન ચાલક સહિત બે શખ્સોની દેશી દારૂના જથ્થા સાથે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાકાનેર તાલુકા પોલીસ ટીમના મેસરીયા ચેકપોસ્ટ નજીક વાહન ચેકિંગ દરમિયાન અહીંથી રોંગ સાઈડમાં પસાર થતા એક શંકાસ્પદ બોલેરો વાહનનો પોલીસે પીછો કરી જોધપર-કોઠી વચ્ચે નંબર પ્લેટ વગરના બોલેરો પીકઅપ વાહનને રોકી તલાશી લેતા તેમાંથી 420 લીટર દેશી દારૂ(કિંમત રૂ. 8,400)નો જથ્થો મળી આવ્યો હતો,
જેથી પોલીસે આ બનાવમાં આરોપી વિજયભાઈ મોહનભાઈ મકવાણા (ઉ.વ. ૨૧, રહે. રાજપરા, તા. ચોટીલા) અને જયંતિભાઈ દેવશીભાઈ ચૌહાણ (ઉ.વ. ૩૬, રહે. ચિરોડા, તા. ચોટીલા)ની બોલેરો વાહન તથા દેશી દારૂ સહિત કુલ રૂ. 3,08,400 નો મુદ્દામાલ સાથે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65