છત્તીસગઢ રાજ્યના જગરાખંડ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ રેપના ગુનામાં ફરાર આરોપી વાંકાનેર વિસ્તારમાં રહેતો હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા આરોપીને વાંકાનેર વિસ્તારમાંથી ઝડપી પાડી છત્તીસગઢ પોલીસ હવાલે કરે ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ આગામી લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય માટે વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા પોલીસ સક્રિય હોય ત્યારે વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે છત્તીસગઢ રાજ્યના જગરાખંડ પોલીસ મથકમાં નોંધાયેલ રેપના ગુનામાં ફરાર આરોપી વિશાલસિંહ મુન્નાસિંહ ઠાકુર (ઉ.વ. ૨૩, રહે. મનેન્દ્રગઢ થાના, જગરાખંડ, છત્તીસગઢ)ને વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક અમરધામ પાસે ભાડે રાખેલ ઓરડીમાંથી ઝડપી પાડી આરોપીને છત્તીસગઢ પોલીસ હવાલે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર તાલુકા પોલીસ ટીમની આ કામગીરીમાં પીએસઆઇ એલ. એ. ભારગા, હેડ કો. મયુરધ્વજસિંહ જાડેજા, એ.એસ.આઇ. જીતેન્દ્રકુમાર અઘારા, ચમનભાઈ ચાવડા, કો. હરિશ્ચંદ્રસિંહ ઝાલા, સંજયસિંહ જાડેજા, વિજયભાઈ ડાંગર, રવિભાઈ કલોત્રા, અજયસિંહ ઝાલા સહિતના જોડાયા હતા…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65