મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ એક વાડીના શેઢે બનાવેલ દુકાનમાં દરોડો પાડી વિદેશી દારૂ અને બિયરના રૂ. 1.56 લાખના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી તપાસમાં અન્ય એક શખ્સનું નામ ખુલતા બંને આરોપીઓ સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં ક્યુરો વિટ્રીફાઇડ સિરામિક પાછળ આવેલ વાડીના શેઢે બનાવેલ દુકાનમાં દરોડો પાડી આરોપી હિતેશભાઇ ખીમજીભાઈ ચાવડા (ઉ.વ. ૨૧, રહે. માટેલ)ને દુકાનમાંથી 464 બોટલ વિદેશી દારૂ તથા 120 નંગ બિયરના ટીન સહિત કુલ રૂ. 1,56,200 ના દારૂ-બિયરના જથ્થા સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
આ બનાવમાં ઝડપાયેલ આરોપીની પૂછપરછમાં આ ગુનામાં ઢુવા ગામે રહેતા ગોપાલ ગિંગોરા સંડોવણી ખુલતા પોલીસે બંને આરોપીઓ સામે વાંકાનેર તાલુકા પોલીસમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…