વાંકાનેર વિસ્તારના દિવસભર ગરમી અને બફારા બાદ સાંજના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો જેમાં સાત વાગ્યા બાદ વાંકાનેર શહેર અને આજુબાજુના વિસ્તારમાં ભારે પવનના સુસવાટા તથા વિજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે, જેનાથી વાંકાનેર પંથક ધરતીપુત્રો ખુશખુશાલ થઈ ગયા છે…
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર વિસ્તારના વાતાવરણમાં આજરોજ મંગળવારે સાંજના સાત વાગ્યા બાદ અચાનક પલટો આવતા પ્રથમ પવનના સુસવાટા બાદ વાંકાનેર શહેર અને આજુબાજુના વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો, જેમાં એક કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ચોમાસાનો પ્રારંભ થયાં બાદ લાંબા સમય સુધી વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર બન્યા હોય ત્યારે આજે સાંજના અચાનક વીજળીના કડાકા ભડાકા સાથે શરૂ થયેલ વરસાદમાં એક કલાક જેટલા સમયમાં એક ઇંચ જેટલો સચરાચર વરસાદથી ધરતીપુત્રો ખુશખુશાલ થઈ ગયા છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/BzBEAnMDttU3jN1wz2iIBp