આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે, ત્યારે મોરબી જિલ્લા પંચાયતની કોઠી બેઠક પર ભારતીય જનતા પાર્ટી (BJP) એ એક મજબૂત દાવ ખેલ્યો છે. જેમાં અહીં ભાજપે યુવા અને લોકપ્રિય કોળી સમાજના અગ્રણી લાલજીભાઈ રાઠોડના પત્ની સવિતાબેનને મેદાનમાં ઉતાર્યા છે, જેના કારણે આ બેઠક પર ભાજપની જીતની સંભાવનાઓ વધુ પ્રબળ બની છે….


વાંકાનેર વિસ્તારમાં આવતી મોરબી જિલ્લા પંચાયતની આ કોઠી બેઠક પર ભાજપ દ્વારા સ્થાનિક રૂપાવટી ગામના વતની એવા લાલજીભાઈ રાઠોડના પરિવાર પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. લાલજીભાઈ લાંબા સમયથી પક્ષ સાથે જોડાયેલા છે અને ગ્રાઉન્ડ લેવલે સતત સક્રિય રહીને જન-જન સુધી પહોંચેલા છે. તેમની આ સુંદર કામગીરી, લોકચાહના અને પક્ષ પ્રત્યેની વફાદારીને ધ્યાનમાં રાખીને હાઇકમાન્ડે તેમને પ્રમોશન આપ્યું છે અને તેમના પત્ની સવિતાબેનને જિલ્લા પંચાયતની ટિકિટ ફાળવી છે.


અત્રે ઉલ્લેખનીય છે કે, લાલજીભાઈ રાઠોડનો સ્થાનિક રાજકારણમાં દબદબો રહ્યો છે. વર્ષ ૨૦૧૫માં જ્યારે વાંકાનેર તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન હતું, ત્યારે પણ લાલજીભાઈએ સામા પ્રવાહે તરીને પોતાની જનલક્ષી કામગીરીના બળે જંગી બહુમતીથી વિજય મેળવી તાલુકા પંચાયતના સદસ્ય તરીકે ચૂંટાયા હતા, જે આ વિસ્તારમાં તેમની અકબંધ લોકચાહનાનું ઉત્તમ પ્રતિબિંબ પૂરું પાડે છે.

હાલમાં સ્થાનિક રાજકારણમાં ચર્ચા છે કે, ગ્રાઉન્ડ લેવલના આ સક્રિય કાર્યકરની લોકપ્રિયતાનું પક્ષે યોગ્ય સન્માન કર્યું છે. યુવા ચહેરાને પ્રાધાન્ય મળતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સવિતાબેન રાઠોડને ટિકિટ મળતા કોઠી બેઠક પર ભાજપ મજબૂત સ્થિતિમાં આવી ગયું હોવાનું પ્રતીત થઈ રહ્યું છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t




