વાંકાનેર તાલુકાના ખેરવા ગામ ખાતે આજરોજ મોરબી જિલ્લા વિકાસ અધિકારીશ્રીની પહેલ તેમજ વાંકાનેર તાલુકા વિકાસ અધકારીશ્રીની સૂચના મુજબ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજકોટ મેઇન રોડ(બસ સ્ટેન્ડ)થી ખેરવા ગામ સુધી સ્મશાન, કબ્રસ્તાન, સ્કૂલ તથા જાહેર જગ્યાએ આશરે ૨૫૦ થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં સરપંચ, આગેવાનો, તલાટી- કમ – મંત્રી, ગ્રામ સેવક, શિક્ષકો તથા ગામના યુવાનો જોડાયા હતા. આજરોજ કરવામાં આવેલ તમામ વૃક્ષો ફરતે રક્ષણ માટે એમ. કે. પ્રોટીન તેમજ વિશ્વકર્મા ટેકનો સ્ટીલ ઇક્વિપમેન્ટ દ્વારા ૫૦-૫૦ ટ્રી ગાર્ડ દાન આપવામાં આવ્યા હતા…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/BzBEAnMDttU3jN1wz2iIBp