Wednesday, April 15, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર પંથકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ : તાલુકા પંચાયત‌ તથા જીલ્લા...

    વાંકાનેર પંથકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ : તાલુકા પંચાયત‌ તથા જીલ્લા પંચાયતની વિવિધ બેઠકો માટે જાણો કઈ બેઠક પર કેટલા ઉમેદવારો મેદાનમાં….

    આ વખતેની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે અપક્ષની મજબૂત પેનલ પણ મેદાનમાં ઉતરતાં રાજકીય હારજીતમાં મોટું પરિવર્તન શક્ય ?

    વાંકાનેર વિસ્તારમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. જેમાં આજરોજ ઉમેદવારીપત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે વાંકાનેર તાલુકા પંચાયત અને મોરબી જિલ્લા પંચાયતની બેઠકો માટેનું ચૂંટણી ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ ગયું છે. ફાઇનલ યાદી જાહેર થતાં જ કઈ સીટ પર કોની વચ્ચે ટક્કર થશે તે નક્કી થઈ ગયું છે….

    ચૂંટણીનું સંપૂર્ણ ચિત્ર અને આંકડાકીય વિગતો…

    વાંકાનેર તાલુકા પંચાયતની કુલ 24 બેઠકો પર ત્રિપાંખિયો અને બહુપાંખિયો જંગ જોવા મળશે, જેમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી (AAP) તથા અપક્ષ સહિત કુલ 76 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. મોરબી જિલ્લા પંચાયતમાં વાંકાનેર વિસ્તારની કુલ 07 બેઠકો પર કુલ ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષ સહિત 22 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે…

    બીજી તરફ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને અપક્ષ પેનલ વચ્ચે કાંટાની ટક્કર થવાની સંભાવના છે. આ વખતે ની ચૂંટણી રસપ્રદ બની છે, જેમાં ઘણી બેઠકો પર ભાજપ, કોંગ્રેસની સાથે અપક્ષની મજબૂત પેનલએ ઉમેદવારો ઉતારતાં ચૂંટણી ચિત્ર પલટાવાની શક્યતાઓ પણ નકારી શકાય નહીં. ફાઇનલ યાદી જાહેર થતાં જ તમામ રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારોએ મતદાતાઓને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવવાનું શરૂ કરી દીધું છે. હવે જોવું રહ્યું કે મતદાનના દિવસે વાંકાનેરની જનતા કોના પર પોતાનો કળશ ઢોળે છે…

    મોરબી જીલ્લા પંચાયતની વાંકાનેર વિસ્તારની સાત બેઠકો પર ફાયનલ ઉમેદવારોની યાદી….

    1). ચંદ્રપુર બેઠક

    ૧). ઇસ્માઇલ ફતેભાઈ શેરસીયા – કોંગ્રેસ
    ૨). ઝાકીરહુશેન જલાલભાઈ શેરસીયા – ભાજપ
    ૩). યાકુબભાઈ ગનીભાઇ કડીવાર – આમ આદમી પાર્ટી
    ૪). યુસુફ મીરાંજી શેરસીયા – અપક્ષ – ઇસ્ત્રી

    2). ઢુવા બેઠક

    ૧). પરશનબેન દાનાભાઈ ઝરવરીયા – કોંગ્રેસ
    ૨). સરોજબેન વાઘજીભાઇ ડાંગરેચા – ભાજપ
    ૩). જયશ્રીબેન સહદેવભાઈ ઉકેડીયા – આમ આદમી પાર્ટી
    ૪). ભાવનાબેન ભરતભાઈ કાંકરેચા – અપક્ષ – પાણીની ટાંકી
    ૫). આરતીબેન હરેશભાઈ ગમારા – અપક્ષ – કડાઇ

    3). મહિકા બેઠક

    ૧). યશવંતબા કિર્તિરાજસિંહ વાળા – કોંગ્રેસ
    ૨). જીજ્ઞાસાબેન રાજેશકુમાર મેર – ભાજપ

    4). લુણસર બેઠક

    ૧). પાંચાભાઈ વશરામભાઈ ધરજીયા – કોંગ્રેસ
    ૨). હંસાબેન મનીષભાઈ રોજાસરા – ભાજપ
    ૩). ગેલાભાઈ શિવાભાઈ સાપરા – આમ આદમી પાર્ટી

    5). કોઠી બેઠક

    ૧). પ્રભાબેન રમેશભાઈ પ્રબતાણી – કોંગ્રેસ
    ૨). સવિતાબેન લાલજીભાઈ રાઠોડ – ભાજપ
    ૩). આસિબેન આહમદભાઈ માણસીયા – આમ આદમી પાર્ટી

    6). તીથવા બેઠક

    ૧). મહેબુબભાઈ આહમદભાઈ કડીવાર – કોંગ્રેસ
    ૨). ડો.મુફીઝ ઇબ્રાહિમ માથકીયા – ભાજપ
    ૩). રણજીત સોલંકી – આમ આદમી પાર્ટી

    7). પંચાસીયા બેઠક

    ૧). કુલસુમબેન અકબરભાઈ બાદી – કોંગ્રેસ
    ૨). હેમીબેન રતિલાલ અણીયારીયા – ભાજપ

    વાંકાનેર પંચાયતની 24 બેઠકો પર ફાયનલ ઉમેદવારોની યાદી….

    ૧). અરણીટીંબા

    ૧). જેનમબેન મહમદઇદ્રીશ કડીવાર – કોંગ્રેસ
    ૨). રીઝવાના ઈલ્મુદીન દેકાવડીયા – ભાજપ
    ૩). શહેનાજ અશરફ પરાસરા – આમ આદમી પાર્ટી

    ૨). ચંદ્રપુર

    ૧). રૂપસીંગ પરથીભાઈ ચૌહાણ – કોંગ્રેસ
    ૨). કાળીબેન સનાભાઈ ડામોર – ભાજપ

    ૩). ચિત્રાખડા

    ૧). કનુબેન સુરેશભાઈ ડાભી – કોંગ્રેસ
    ૨). છાયા વિરમ ડાભી – ભાજપ
    ૩). શારદાબેન જગદીશભાઈ કુણપરા – આમ આદમી પાર્ટી
    ૪). જાહલબેન ચંદ્રેશભાઇ કાંજીયા – અપક્ષ – પાણીની ટાંકી

    ૪). ઢુવા

    ૧). જયશ્રીબેન વિપુલભાઈ રીબડીયા – કોંગ્રેસ
    ૨). પુજાબા ઈન્દ્રજીતસિંહ ઝાલા – ભાજપ
    ૩). બેબીબેન રમેશભાઈ ઉકેસા – આમ આદમી પાર્ટી
    ૪). વનીતા અવચર ઉકેડીયા – અપક્ષ – પાણીની ટાંકી

    ૫). ગાંગીયાવદર

    ૧). શોભનાબેન પ્રવિણભાઇ બાવળીયા – કોંગ્રેસ
    ૨). ગીતાબેન વિરમભાઇ ધોરીયા – ભાજપ
    ૩). આશાબેન હેમુભાઈ રંગપરા – આમ આદમી પાર્ટી

    ૬). ગારીયા

    ૧). દુધીબેન મનસુખભાઈ થુલેટીયા – કોંગ્રેસ
    ૨). સંગીતાબેન મહેશભાઈ દેગામા – ભાજપ
    ૩). તખુબેન ગેલાભાઈ થુલેટીયા – આમ આદમી પાર્ટી
    ૪). સાહીસ્તાબેન ગુલામહુશેન શેરસીયા – અપક્ષ – ઇસ્ત્રી

    ૭). હસનપર

    ૧). સોનલબેન ઔતમભાઈ ધામેચા – કોંગ્રેસ
    ૨). મુક્તાબેન રમેશભાઈ સારલા – ભાજપ
    ૩). રિંકુબેન મુકેશભાઈ રાતૈયા – આમ આદમી પાર્ટી

    ૮). જેતપરડા

    ૧). નારણભાઈ નાથાભાઈ કેરવાડીયા – કોંગ્રેસ
    ૨). ભુપતભાઈ જીવણભાઈ કુકવાવા – ભાજપ
    ૩). કરમશી ગોવિંદભાઈ કેરવાડીયા – આમ આદમી પાર્ટી
    ૪). મુક્તાબેન મનસુખભાઈ સેટાણીયા – અપક્ષ – પાણીની ટાંકી

    ૯). કણકોટ

    ૧). નાનજીભાઈ જીવાભાઈ ગોરીયા – કોંગ્રેસ
    ૨). વાલજી ગોવિંદ ગોધાણી – ભાજપ
    ૩). રવિ મહેન્દ્રભાઈ ગોરીયા – આમ આદમી પાર્ટી

    ૧૦). ખખાણા

    ૧). રસીકકુમાર હરજીભાઈ ચૌહાણ – કોંગ્રેસ
    ૨). દિપક જીણાભાઈ ગોધાણી – ભાજપ
    ૩). પ્રવિણભાઇ ગોવિંદભાઈ ડાંગર – આમ આદમી પાર્ટી

    ૧૧). કોઠી

    ૧). ભાવનાબેન ગોરધનભાઈ સરવૈયા – કોંગ્રેસ
    ૨). માકુબેન પરબતભાઇ ડાંગર – ભાજપ
    ૩). વજીબેન રોહીતભાઈ ધરજીયા – આમ આદમી પાર્ટી
    ૪). અનુબેન સતાભાઈ મુંધવા – અપક્ષ

    ૧૨). લુણસર

    ૧). મુક્તાબેન અનિલભાઈ ગોરીયા – કોંગ્રેસ
    ૨). ઉર્વશી જયકુમાર વસીયાણી – ભાજપ
    ૩). અનસોયા રમેશભાઈ ધોરીયાણી – આમ આદમી પાર્ટી

    ૧૩). મહિકા

    ૧). ફાતુબેન યુનુસભાઈ શેરસીયા – કોંગ્રેસ
    ૨). મુમતાજ આહમદ બાદી – ભાજપ

    ૧૪). માટેલ

    ૧). નિલેશભાઈ મગાભાઈ દેકાવાડીયા – કોંગ્રેસ
    ૨). પ્રભુભાઈ સંગાભાઈ ધેણોજા – ભાજપ
    ૩). પ્રકાશ ભુપતભાઈ વિંઝવાડીયા – આમ આદમી પાર્ટી
    ૪). ભનુભાઈ ભીખાભાઈ વીંઝવાડીયા – અપક્ષ – પાણીની ટાંકી
    ૫). મશરૂભાઈ ગેલાભાઈ વિંઝવાડીયા – અપક્ષ – બ્રિફકેસ

    ૧૫). મેસરીયા

    ૧). જશુબેન સાદુલભાઈ ભુસડીયા – કોંગ્રેસ
    ૨). કિરણ સુરેશભાઈ હડાણી – ભાજપ
    ૩). જશુબેન વિનુભાઈ રાઠોડ – આમ આદમી પાર્ટી

    ૧૬). પંચાસર

    ૧). ધનશ્યામસિંહ લખુભા ઝાલા – કોંગ્રેસ
    ૨). ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા – ભાજપ

    ૧૭). પંચાસીયા

    ૧). ઈરફાનભાઈ હુસેનભાઇ ચૌધરી – કોંગ્રેસ
    ૨). ગુલમહંમદભાઈ ઉંમરભાઈ બ્લોચ – ભાજપ
    ૩). ઈલ્મુદીન હુસેન શેરસિયા – આમ આદમી પાર્ટી

    ૧૮). પીપળીયા રાજ

    ૧). હુસેનભાઇ વલીભાઈ શેરસીયા – કોંગ્રેસ
    ૨). નીઝામુદીન મીરાંજી કડીવાર – ભાજપ

    ૧૯). રાજાવડલા

    ૧). અકબરભાઈ અમીભાઈ વડાવીયા – કોંગ્રેસ
    ૨). ઝુલ્ફીકાર આહમદ શેરસીયા – ભાજપ
    ૩). ઉસ્માનગની હુશેન શેરસીયા – અપક્ષ – ઇસ્ત્રી

    ૨૦). રાતડીયા

    ૧). કિશોર રામજીભાઈ સાકરીયા – કોંગ્રેસ
    ૨). અલ્પેશભાઈ જગદીશભાઈ મેર – ભાજપ
    ૩). નવઘણ કુશાભાઈ ખમાણી – આમ આદમી પાર્ટી

    ૨૧). રાતીદેવરી

    ૧). ફારૂકભાઈ અબ્દુલભાઈ કડીવાર – કોંગ્રેસ
    ૨). જગદીશ લીંબાભાઈ કોબીયા – ભાજપ
    ૩). કાનજીભાઈ વેલજીભાઈ મકવાણા – આમ આદમી પાર્ટી
    ૪). ઇકબાલ હાજીભાઈ ખોરજીયા – અપક્ષ

    ૨૨). સરધારકા

    ૧). ગિરીરાજસિંહ નાનુભા ઝાલા – કોંગ્રેસ
    ૨). હરેસિંગ બનુભા ઝાલા – ભાજપ
    ૩). રાજેશ ગોરધનભાઈ સરાવાડીયા – આમ આદમી પાર્ટી

    ૨૩). સિંધાવદર

    ૧). મહુલીયા ચંદ્રિકાબેન રાજેશભાઈ – કોંગ્રેસ
    ૨). મનિષા મુકેશભાઈ મકવાણા – ભાજપ
    ૩). કાંતાબેન દિનેશભાઈ ચાવડા – આમ આદમી પાર્ટી
    ૪). ઉર્વિશા ભગવાનજીભાઈ મકવાણા – અપક્ષ – ઇસ્ત્રી

    ૨૪). તિથવા

    ૧). ગુલશનબાનુ સોયબભાઈ બાદી – કોંગ્રેસ
    ૨). હનિફાબાનુ મહેબૂબભાઈ ખોરજીયા – ભાજપ

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!