Wednesday, June 3, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના મકતાનપર ગામે માલઢોર રાખવાના વાડામાંથી વિદેશી દારૂના 110 નંગ ચપલા ઝડપાયાં,...

    વાંકાનેરના મકતાનપર ગામે માલઢોર રાખવાના વાડામાંથી વિદેશી દારૂના 110 નંગ ચપલા ઝડપાયાં, આરોપી ફરાર…

    ગેરકાયદેસર દારૂની હેરાફેરી અને સંગ્રહ પર અંકુશ લાવવા પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના ભાગરૂપે વાંકાનેરના મકતાનપર ગામ નજીકથી ગેરકાયદેસર દારૂનો જથ્થો ઝડપાઈ જવા પામ્યો છે. જોકે, પોલીસની રેડ દરમિયાન આરોપી સ્થળ પર હાજર ન મળતા તે ફરાર થયો હોવાનું નોંધાયું છે…..

    બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના મકતાનપર ગામથી વરડુસર જવાના કાચા રસ્તે આવેલા આરોપી વિજયભાઇ મશરૂભાઇ ઉર્ફે મહેશભાઇ ગમારાના માલઢોર બાંધવાના વાડામાં દરોડો પાડી છુપાવી રાખેલ ભારતીય બનાવટના અલગ-અલગ કંપનીના દારૂના શીલબંધ 110 નંગ ચપલા (કિંમત રૂ. ૨૨,૦૦૦)નો મોટો જથ્થો મળી આવ્યો હતો…

    પોલીસની રેડ દરમિયાન આરોપી વિજયભાઇ ગમારા સ્થળ પર હાજર મળી ન આવતા પોલીસે ઉપરોક્ત મુદ્દામાલ કબ્જે કરીને ફરાર આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!