
વાંકાનેર ખાતે કાર્યરત શ્રી ગેલેક્સી ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિ. ને ગુજરાત રાજ્ય સહકારી સંઘ-અમદાવાદ દ્વારા વર્ષ 2024-25 દરમિયાન સહકારી ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી બદલ રાજ્ય કક્ષાએ સન્માનિત કરવામાં આવી છે, જેમાં ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા આયોજિત શ્રેષ્ઠ શહેરી સહકારી ધિરાણ મંડળીઓની હરીફાઈ અંતર્ગત રાજકોટ જિલ્લા (મોરબી સહિત) વિસ્તારમાં ગેલેક્સી ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી સરાહનીય કામગીરી દર્શાવી છે….



આ સિદ્ધિ સંસ્થાના હજારો સભાસદો, થાપણદારો, ગ્રાહકો, ડિરેક્ટરો, અધિકારીઓ, કર્મચારીગણ તેમજ શુભેચ્છકોના અતૂટ વિશ્વાસ, સહકાર અને સમર્પણનું પરિણામ છે. સંસ્થાએ સ્થાપના સમયથી જ પારદર્શિતા, વિશ્વસનીયતા અને સભાસદ કેન્દ્રિત સેવાઓ દ્વારા સહકારી ક્ષેત્રમાં આગવી ઓળખ ઉભી કરી છે. આ તકે સંસ્થાના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, આ સન્માન સમગ્ર ગેલેક્સી પરિવારને સમર્પિત છે અને ભવિષ્યમાં પણ વધુ ગુણવત્તાયુક્ત સેવાઓ, આધુનિક સુવિધાઓ અને સભાસદોના સર્વાંગી વિકાસ માટે સંસ્થા સતત પ્રયત્નશીલ રહેશે…


વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t



