Tuesday, November 24, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર : ઢુવા-માટેલ રોડ પરથી વિદેશી દારૂની બે બોટલ સાથે માટેલનો યુવાન...

    વાંકાનેર : ઢુવા-માટેલ રોડ પરથી વિદેશી દારૂની બે બોટલ સાથે માટેલનો યુવાન ઝડપાયો….

    વાંકાનેર તાલુકા પોલીસની ટીમના પેટ્રોલિંગ દરમિયાન ઢુવા-માટેલ રોડ પરથી પ્લાસ્ટિકના બાચકામાં વિદેશી દારૂની હેરાફેરી કરવા નિકળેલ એક શખ્સને પોલીસે ઝડપી પાડી તેની સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય દરમિયાન ઢુવા-માટેલ રોડ પર આવેલા બ્રાઇવેટ કારખાના પાસેથી પ્લાસ્ટિકના બાચકામાં વિદેશી દારૂની હેરાફેરી કરવા નીકળેલા રવિભાઈ ઉર્ફે મોમલો મેહુરભાઈ બાંભવા (ઉં.વ. ૨૨, રહે. માટેલ) ને રોકી તપાસ કરતાં તેની પાસેથી રૂ. ૨,૮૦૦ની કિંમતની વિદેશી દારૂની ૨ બોટલ મળી આવતા પોલીસે મુદ્દામાલ કબજે કરી આરોપીને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!