Tuesday, July 28, 2026
More
    Homeમુખ્ય સમાચારબાળકોના સ્વાસ્થ્ય માટે ઐતિહાસિક નિર્ણય : વાંકાનેરનું પાંચદ્વારકા ગામ બન્યું તાલુકાનું પ્રથમ...

    બાળકોના સ્વાસ્થ્ય માટે ઐતિહાસિક નિર્ણય : વાંકાનેરનું પાંચદ્વારકા ગામ બન્યું તાલુકાનું પ્રથમ ‘પેકેટ નાસ્તા અને મીઠી સુપારી મુક્ત’ ગામ….

    વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામે બાળ સ્વાસ્થ્ય અને વ્યસનમુક્તિ તરફ એક ક્રાંતિકારી અને પ્રેરણાદાયી પગલું ભર્યું છે. ગામના બાળકોના આરોગ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં સંયુક્ત ગામ દ્વારા ગામની તમામ દુકાનોમાં પેકેજ્ડ નાસ્તા (પળીકા) અને મીઠી સુપારીના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે…

    નાની વયના બાળકો બિનઆરોગ્યપ્રદ પેકેજ્ડ વાનગીઓ અને મીઠી સુપારી જેવા પદાર્થોથી દૂર રહે તથા તેમનો યોગ્ય શારીરિક અને માનસિક વિકાસ થાય તે હેતુથી આ નિર્ણય લેવાયો છે. ગામમાં આવી વસ્તુઓનું વેચાણ બંધ રહેતાં બાળકોમાં નાની ઉંમરે પડતી અયોગ્ય ખાણીપીણીની ટેવો પર અંકુશ આવશે.

    પાંચદ્વારકા ગામ પોતાની સામાજિક જવાબદારી માટે જાણીતું છે. વર્ષ ૨૦૦૬ માં ગામે ગુટકા પર બંદી મૂકીને પહેલ કરી હતી, અને હવે ૨૦ વર્ષ બાદ બાળકોના આરોગ્યની સુરક્ષા માટે ફરી એકવાર નવો ઈતિહાસ રચ્યો છે. વાંકાનેર તાલુકામાં બાળકોના હિતમાં આવો કડક નિર્ણય લેનારું પાંચદ્વારકા પ્રથમ ગામ બન્યું છે.

    આ નિર્ણય માટે ગતરાત્રીના પાંચદ્વારકા ગામના તમામ વેપારીઓની એક બેઠક યોજાઇ હતી, જેમાં સંયુક્ત રીતે સર્વ સંમતિથી આ નિર્ણય લેવાયો હતો. આ ક્રાંતિકારી પગલું આસપાસના અન્ય ગામો માટે પણ બાળ કલ્યાણ અને આરોગ્યપ્રદ વાતાવરણ ઊભું કરવા માટે પ્રેરણારૂપ બનશે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!