Monday, June 22, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર તાલુકાના કણકોટ ગામેથી વિદેશી દારૂ જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો....

    વાંકાનેર તાલુકાના કણકોટ ગામેથી વિદેશી દારૂ જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો….

    મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના કણકોટ ગામે દરોડો પાડી વિદેશી દારૂ-બિયરનો વેપલો કરતા એક શખ્સને ઝડપી પાડી તેની સામે વાંકાનેર તાલુકા પોલીસમાં પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

    બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્ક્વોડને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે વાંકાનેર તાલુકાના કણકોટ ગામના સ્મશાનની બાજુમાં આવેલ ક્રિષ્ના પાન પાર્લરની પાછળના ખુલ્લા ભાગમાં દરોડો પાડી આરોપી અર્જુનસિંહ ગિરિરાજસિંહ ઝાલા (ઉ.વ. ૨૪, રહે. કણકોટ)ને ભારતીય બનાવટના પરપ્રાંતીય વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 22 નંગ બોટલ (કિંમત રૂ. ૧૫,૨૭૫) તથા 202 નંગ ચપલા (કિંમત રૂ. ૨૫,૨૫૦) સહિત કુલ રૂ. 40,525 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?s=cl&p=a&mlu=4&amv=0

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!